Jamnagarમાં ગુલાબ નગર નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં એક રહેણાક મકાનમાં ચાલતી ઘોડીપાસાની મીની ક્લબ ઝડપાઈ હતી. એલસીબીની ટુકડીએ પાડેલા દરોડામાં જુગાર રમી રહેલા ૧૧ શખ્સોની અટકાયત કરાઈ હતી. તથા ૨.૪૫ લાખની માલમત્તા કબજે કરી હતી.
Jamnagar: ૧૧ શખ્સોની ૨.૪૫ લાખની મત્તા સાથે અટક
Jamnagarમાં ગુલાબનગર નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા ફૈઝલ | અબ્દુલભાઈ ખેરાણી નામના શખ્સ દ્વારા | પોતાના રહેણાંક મકાનમાં ઘોડીપાસા ના જુગારની મીની કલબ ચલાવાઇ રહી છે, અને ગુલાબ નગર સહિતના આસપાસના વિસ્તારમાંથી જુગારીયા તત્વોને બોલાવીને થોડીપાસાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીને મળી હતી.
જેથી ગઈકાલે મોડી રાત્રે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો, જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાં મકાન માલિક સહિત ૧૧ જેટલા શખ્સો ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી | રહેલા નજરે પડયા હતા.
આથી પોલીસે મકાન માલિક ફૈઝલ અબ્દુલભાઈ ખેરાણી, હાસમભાઈ ગુલામભાઈ જીવરાણી, રહીમ ઇબ્રાહીમભાઈ ખીરા, સરફરાભાઈ અબ્બાસભાઈ કોચલીયા, અરુણ નાથાભાઈ પરમાર, અબ્દુલ યુસુફભાઈ ખફી, સાહબાજ અલ્તાફભાઈ ખીરા, મહેન્દ્ર કેશુભાઈ મકવાણા, સોહિલ અલારખાભાઈ હીરા, અહમદ ઈકબાલભાઈ શેખ, તેમજ ઈમરાન અનવરભાઈ ખેરાણી વગેરેની અટકાયત કરી લીધી હતી. આ ઉપરાંત પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૬૯,૨૦૦ ની રોકડ રકમ, ચાર નંગ મોબાઈલ ફોન, અને ચાર મોટર સાયકલ સહિત ૨,૪૫,૭૦૦ ની માલમતા કબજે કરી લીધી છે.