દિવાળીનો તેમજ નવા વર્ષનો તહેવાર ગરીબ તેમજ જરૂરીયાતમંદ લોકો સારી રીતે મનાવી શકે તેવા હેતુથી ધ્રાંગધ્રા તાલુકામાં સેવાભાવી ગૃપ તેમજ સામાજીક સંસ્થા અને પોલીસ વિભાગ દ્વારા જરૂરીયાતમંદ લોકો દ્વારા sweets, ફરસાણ સહિતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ધ્રાંગધ્રા શહેરી અને આસપાસના વિસ્તારોમાં જરૂરીયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું.

જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોને સેવાભાવી યુવાનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા કપડા વિતરણ કરાયું

જેમાં ધ્રાંગધ્રાના ફ્રેન્ડસ યુવા ગૃપ દ્વારા વિકલાંગ, વિધવા તેમજ જરૂરીયાતમંદ લોકોના ઘરેઘરે જઈ અંદાજે ૩૦૦થી વધુ sweets અને ફરસાણની કીટનું વિતરણ કર્યું હતું તેમજ સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો | માટે જમણવાર અને દિવાળીના તહેવાર | નિમિત્તે તેમની સાથે ફટાકડા ફોડી મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરી ઉજવણી કરી હતી. જેમાં દાતાઓએ પણ સાથ સહકાર આપ્યો હતો.

આ| ઉપરાંત ધ્રાંગધ્રા ખાતે વિવિધ સેવાકાર્યો | સાથે જોડાયેલ કર્મ ગૃપ દ્વારા પણ દિવાળીના તહેવારને ધ્યાને લઈ ધ્રાંગધ્રા | શહેરની ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરીયાતમંદ પરિવારોના બાળકો તેમજ દિકરીઓને સાથે લઈ જઈ કપડા સહિત જરૂરીયાતની વસ્તુઓ અને sweetsનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવાળીનો તહેવાર ગરીબ તેમજ જરૂરીયાતમંદ પરિવારો સારી રીતે મનાવી શકે તેવા હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાતાઓ સહિત ગૃપના સભ્યોએ પણ સાથ સહકાર આપ્યો હતો. તેમજ ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં સીટી પોલીસ ટીમ દ્વારા પણ ૧૦૦થીવધુ જરૂરીયાતમંદ લોકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.