Dwarka: જન્માષ્ટમીના તહેવાર દરમિયાન Dwarka માં માનવભીડ એકત્ર થતી હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ તા. ૨૭ ઓગસ્ટ સુધી દ્વારકા શહેરના કેટલાક વિસ્તારો ‘નો પા કગ’ તેમજ ‘પા કગ’ ઝોન તરીકે ઉપયોગમાં લેવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જુદા જુદા રસ્તાઓમાં નોપાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આ ઉપરાંત સુદર્શન સેતું નજીક ભારે વાહન તથા ખાનગી બસોને પ્રવેશવા પ્રતિબંધ ફરમાવ્યો છે.

Dwarka: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું તા.૨૭ સુધી અમલમાં રહેશે

જાહેરનામામાં પૂર્વ દરવાજાથી જોધાભા માણેક ચોક અને પૂર્વ દરવાજાથી ભથાણ ચોક સુધી ૫૦ મીટર ત્રિજ્યા, ત્રણબતી ચોકથી મહાજન બજાર ચાર રસ્તા, ત્રણબતી ચોકથી ભદ્રકાલી રોડ સુધી ૫૦ મીટર ત્રિજ્યા, હોમગાર્ડ ચોકથી ત્રણબતી ચોક અને હોમગાર્ડ ચોકથી શાક માર્કેટ સુધી ૫૦ મીટર ત્રિજ્યા, શાકમાર્કેટ ચોકની આજુબાજુના વિસ્તાર ૫૦ મીટર ત્રીજ્યામાં તેમજ એસટી ડેપોના આજુબાજુના વિસ્તાર ૧૦૦ મીટર ત્રિજ્યામાં, જોધાભા માણેક ચોકથી શિવરાજસિંહ રોડ ઈસ્કોન ગેઈટ સુધી ૧૦૦ મીટર ત્રિજ્યા અને કીર્તિસ્તંભ, સુદામા ચોક, ભથાણ ચોક, મટુકી ચોક તેમજ ભદ્રકાલી ચોક આજુબાજુના વિસ્તારના ૨૦૦ મીટર ત્રિજ્યામાં “નો પાર્કિંગ ઝોનદદ તરીકે નિયત કરેલ છે.

વધુમાં વિવિધ પાર્કિંગ ઝોન પણ જાહેર કરાયા છે, જે મુજબ હાથી ગેઈટ પાર્કિંગ વ્યવસ્થા, સર્કિટ હાઉસ પાછળનું મેદાન, શારદાપીઠ કોલેજનું ખુલ્લુ મેદાન એસટી રોડ, રાજપુત સમાજ સામે ગોમતીઘાટ ખુલ્લુ મેદાન, સ્વામિનારાયણ મંદિર ગ્રાઉન્ડ પાછળનું મેદાન, રાવળા તળાવ ગ્રાઉન્ડ ઇસ્કોન ગેટની બાજુમાં, | અલખ હોટલની બાજુમાં હાથીગેટની સામે ફોર વ્હીલ, થ્રી વ્હીલ તથા હેવી વાહનો માટે પાર્કિંગ વિસ્તાર રહેશે .આ જાહેરનામા મુજબ જોધાભા ચોકથી પૂર્વ દરવાજા સુધી તેમજ ભથાણ ચોકથી પૂર્વ દરવાજા સુધી (નો એન્ટ્રી) ફક્ત એક્ઝિટ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસ અધિક્ષક દ્વારા પરવાનગી અપાયેલ વાહનો | તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલા સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.

ટ્રાફિક નિયમન વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી હાથી ગેટથી દ્વારકાધીશ મંદીર | તરફ, કાનદાસબાપુ આશ્રમથી ભથાણ ચોક- કીર્તિસ્તંભ-દ્વારકાધીશ મંદીર તરફ, મહાજન બજારથી દ્વારકાધીશ મંદીર તરફ, બ્રહ્મ કુંડથી દ્વારકાધીશ મંદીર તરફ, જોધાભા માણેક ચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વ દરવાજા તરફ, ભથાણચોકથી દ્વારકાધીશ મંદીર પૂર્વદરવાજા તરફ, કિતી સ્તંભ સર્કલથી દ્વારકાધીશ મંદીર | પૂર્વ દરવાજા તરફ ટુ વ્હીલ, થ્રી વ્હીલ, ફોર વ્હીલ તેમજ ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત કરાયો છે.જ્યારે ધીંગેશ્વર મંદીરની સામેની શેરી દ્વારકાધીશ મંદીર તરફ, શાક માર્કેટ ચોકથી મહાજન બજાર, નિલકંઠ ચોક, દ્વારકાધીશ મંદીર તરફ આવા વાહનોનો પ્રવેશ પ્રતિબંધિત રહેશે.

ઈસ્કોન ગેઈટથી – ભથાણ ચોક જોધાભા માણેક ચોક – દ્વારકાધીશ મંદીર તરફ, પોસ્ટ ઓફિસ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, રબારી ગેટ ચાર રસ્તાથી ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, હોસ્પીટલ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ જતા રસ્તે, સર્કિટ હાઉસ ચાર રસ્તાથી મટુકી ચોક – ભદ્રકાલી ચોક તરફ તથા પ્રિતમ વ્યાયામ તરફ જતા રસ્તે, બસ તેમજ ભારે વાહનો તમામના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઓખા નજીક આવેલા સુદર્શન સેતુના ઓખા તરફ આવેલા છેડેથી દ્વારકાધીશ મંદીર – બેટ સુધી ભારે વાહન, ટ્રક તથા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું તારીખ ૨૭ ઓગસ્ટ સુધી અમલમાં મૂકવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા પોલીસ વડા કચેરી દ્વારા પરવાનગી અપાયેલા વાહનો તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સાથે સંકળાયેલ સરકારી વાહનોને આ જાહેરનામું લાગુ પડશે નહિં.