રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર Virpur પાસે એક હુંડાઈ આઈ ટેન કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જો કે આગ શોર્ટ સ કટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

Virpur: કારમાં બેઠેલા ત્રણ મુસાફરો અગમચેતી વાપરી બહાર નીકળી જતાં તમામનો બચાવ થયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગીર ગઢડા પાસેના ફરેળા ગામના રમેશભાઈ જોગીયા તેમના પરિવારના અન્ય બે વ્યક્તિઓ સાથે કાર લઈને રાજકોટ દવાખાનાનું કામકાજ પતાવી પરત પોતાના વતન ફરેળા જવા નીકળ્યા હતા .વીરપુર હાઇવે પર આવેલ ગુજરાત ગેસના સીએનજી પંપે ગેસ પુરાવીને હાઈવે પર જતાં હતાં ત્યારે રવિ હોટેલ પાસે ઓવરબ્રિજ ઉપર પહોંચતા કારમાં અચાનક એન્જીનમાં ધુમાળો નીકળતા કાર ઉભી રાખી કારનું બોનટ ખોલતા જ એન્જીન પાસે આગ લાગી હતી.

ચાલકે એ સમય સુચકતાથી કારમાં બેસેલા તેમના પરિવારજનોને કાર માંથી ઉતારી દીધા હતા .ત્યાંજ કારમાં એકાએક વધારે આગ ફાટી નીકળતા કાર સળગી ઉઠી હતી, આ વખતે કારચાલકે | બાજુમાં આવેલ ગુજરાત ગેસના સીએનજી પંપે જઈને અગ્નિશામક બોટલની માંગ કરી પરંતુ સીએનજી ગેસ પંપના માલિકે અમારે પણ ફાયર સેફ્ટીના સાધનો નથી એમ ચોખી ના ભણી દીધી હતી.આમ પેટ્રોલપંપ પર ફાયરસેફ્ટીના અમલના ધજાગરા થયા હતા.