ચકલાસીમાં રામપુરા તાબે એક ખેતરમાં MGVCLનો થ્રી ફેઝ લાઈનનો જીવંત વાયર તૂટીને પડ્યો છે. આ વાયરને હટાવવા માટે ઓનલાઈન અને રૂબરૂ તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં 4 દિવસથી MGVCLના અધિકારીઓ ડોકીયુ કરવા પણ ફરક્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે.

મળતી માહિતી મુજબ ચકલાસીના રામપુરામાં સુરાશામળ ફીડરનું થ્રી ફેઝ લાઈન કનુભાઈ મંગળભાઈ વાઘેલાના ખેતર પાસેથી પસાર થાય છે. આ લાઈનનો વીજ વાયર છેલ્લા ચારેક દિવસથી ખેતરમાં તૂટીને પડ્યો છે. આ વીજ વાયર જીવંત છે, જેથી ખેતર માલિક અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આ મામલે ત્વરીત MGVCLને જાણ કરાઈ હતી.
જો કે, બે દિવસ સુધી MGVCLના કર્મચારીઓ અત્રે ફરક્યા ન હતા. જેથી સમગ્ર બાબતે સ્થાનિકો છેલ્લા બે દિવસથી રૂબરૂ મૌખિક રજૂઆતો કરી MGVCLના અધિકારીઓને ગંભીરતા જણાવી રહ્યા છે. તેમ છતાં ચાર દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી MGVCLના કોઈ અધિકારી કે કર્મચારીઓ અહીંયા પહોંચ્યા નથી.

જેના કારણે સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. તો આ જીવંત વીજ વાયર જે ખેતરમાં પડ્યો છે, તેની આસપાસ રહેણાંક વિસ્તાર આવેલો છે. જેથી કોઈ પણ જાનહાનિ થાય કે નુકસાન પહોંચે, તેની સંપૂર્ણ જવાબદારી MGVCLની રહેશે, તેવો આક્રોશ સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો..
- યુવતીનો જીવ બચાવવા દોડ્યો પોલીસકર્મી, વીડિયો જોઈને તમે પણ Surat પોલીસની કરશો પ્રશંસા
- Gujaratના 11 જિલ્લામાં પારો 40 ડિગ્રીને પાર; હવામાન વિભાગે આપી હીટવેવ એલર્ટ
- જાપાન મિત્ર ભારતને ભેટમાં આપશે બે બુલેટ ટ્રેન, જાણો ક્યારે આવશે Mumbai-Ahmedabad હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની ગિફ્ટ
- ઝાડ પર રહે છે યક્ષિણી, જેના કારણે અટકાવી દેવામાં આવ્યું Suratમાં ટેક્સી વેનું ઉદ્ઘાટન
- Ahmedabadના જુહાપુરા વિસ્તારમાં હિન્દૂ કેબ ડ્રાઈવરને ટોળાએ માર્યો માર, પોલીસે કહ્યું તેનો વાંક…