Gujarat News: ગુજરાતના રાજકોટમાં એક શરમજનક અને ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા પાંચ મહિનાથી 14 વર્ષની સગીરા પર તેના એક સંબંધીએ બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સગીરાના પરિવાર સાથે તેમના ઘરે રહેતો હતો અને જ્યારે પણ પરિવારના અન્ય સભ્યો બહાર હોય ત્યારે છોકરીને પોતાની વાસનામાં ફસાવતો હતો. આ જઘન્ય ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પીડિતાએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી, જેના પગલે તેના પિતાએ તેની પૂછપરછ કરી. આઘાતજનક વાત એ છે કે, ધરપકડના ડરથી આરોપીએ છોકરીને ગર્ભનિરોધક ગોળીઓ પણ આપી.
પીડિતાનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈનનો રહેવાસી છે અને રાજકોટમાં મજૂરી કામ કરે છે. પીડિતાના પિતાએ તેના 37 વર્ષીય પિતરાઈ ભાઈ વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, પોલીસ ઈન્સ્પેક્ટર સુધીર રાણાએ જણાવ્યું હતું કે જ્યારે પિતાને ગોળીઓ વિશે ખબર પડી, ત્યારે તેમણે આરોપીને વોટ્સએપ પર મેસેજ કર્યો અને તેની પૂછપરછ કરી. પોલીસે હવે આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કર્યો છે અને તપાસના ભાગ રૂપે તે વોટ્સએપ ચેટ્સ રિકવર કરશે.
પત્ની આઠ મહિના પહેલા તેને છોડીને ચાલી ગઈ હતી
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપીની પત્ની આઠ મહિના પહેલા તેને છોડીને ચાલી ગઈ હતી, અને તેના ચાર બાળકોને પોતાની સાથે લઈ ગઈ હતી, ત્યારબાદ તે તેના પિતરાઈ ભાઈના પરિવાર સાથે રહેતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ભારતીય દંડ સંહિતા અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ (POCSO) કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.





