દ્વારકાના જગત મંદિરમાં તા. ૧૨ને દેવઉઠી એકાદશીએ ઠાકોરજી તથા Tulsiજીના પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક લગ્ન યોજાશે. દેવઉઠી એકાદશી અથવા તો દેવપ્રબોધિની એકાદશીના દિવસે ચાતુમાસની સમાપ્તિ થાય છે.
શ્રીજીનો ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો યોજાશેઃ મંદિર પરિસરના રાણીવાસમાં ભવ્ય Tulsi વિવાહ
અષાઢ સુદ અગિયારસથી સતત ચાર માસ સુધી યોગનિદ્રામાં શયન કરી રહેલાં ભગવાનને જગાડવામાં આવે છે. આથી જ આ દિવસને દેવઉઠી અગિયારસ પણ કહેવાય છે. દેવશયનીથી બંધ થયેલ શુભ- માંગલિક કાયો દેવઉઠી એકાદશીથી પુનઃ શરૂ થઈ જાય છે.
દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના મંદિરોના પૂજારી વિજ્યભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યાનુસાર આજે સાંજે ૬ વાગ્યે મંદિર પરિસરમાંના રાણીવાસમાં આવેલ ગોપાલજી સ્વરૂપનો ભવ્ય વરઘોડો વાજતે ગાજતે નિકળશે જે શહેરના રાજમાગી પર ફરી પુનઃ રાણીવાસમાં પધારશે. રાત્રિના રાણીવાસ પરિસરમાં શ્રીજીના તુલસીજી સાથે ભવ્ય લગ્નોત્સવ યોજાશે. જગતમંદિર પૂજારીના જણાવ્યા મુજબ સાંજે ગૌધુલીક સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપનું શાકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે Tulsiજીસાથે લગ્નોત્સવ યોજાશે.
શ્રીજી ભગવાનના તુલસીમાતા સાથેના વિવાહના કારતક સુદ અગિયારસના યોજ યોજવામાં આવે છે. કારતક સુદ નૌમથી તુલસીવાસનું વ્રત કરનાર બારસના દિવસે પારણા કરે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના દરેક સ્વરૂપની ષોડશોપચાર પૂજા કરી શંખ, ઘંટ અને મૃદંગના નાદ સાથે મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરાય છે. તુલસીમાતાને સૌભાગ્યવતીનો શણગાર કરી શાલીગ્રામની સાત પ્રદક્ષિણા કરવામાં આવે છે.