Bhavnagar જિલ્લાના રાજગઢ ગામ નજીક લીંબડી પેટા કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડવાથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે, જેનાથી ઉનાળુ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતો દ્વારા તંત્રના જવાબદાર અધિકારીઓને જાણ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ભાલ પંથકના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Bhavnagarમાં ઉનાળા ટાણે આ પરીસ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત તંત્રની બેજવાબદારીના કારણે હજારો લિટર પાણી વ્યતિત થતુ હોવાથી જવાબદાર અધિકારીઓની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. આ મામલે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરાય તેવી માંગણી ઉઠી છે.
આ અગાઉ પણ Bhavnagar જિલ્લામાં કેનાલોમાં ગાબડાં પડવાના બનાવો બન્યા છે. જેમ કે, વલભીપુરથી મીઠાપુર જતી કેનાલમાં ગાબડું પડ્યું હતું, જે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જોડાયું હતું. આવા બનાવો ખેડૂતો માટે આર્થિક નુકસાન અને પાણીના સંગ્રહમાં અવરોધ ઉભા કરે છે.

તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને કેનાલોની મરામત અને જાળવણી કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને અને ખેડૂતોને નુકસાનથી બચાવી શકાય તે જરૂરી બન્યુ છે.
આ પણ વાંચો..
- Kamal hassan: જો કમલ હાસનનું નામ અને તસવીરોનો ઉપયોગ પરવાનગી વગર કરવામાં આવે તો શું થશે? મદ્રાસ હાઈકોર્ટના નિર્ણય વિશે જાણો
- Vijay: અભિનેતા વિજયની છ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી, ભાગદોડમાં ટીવીકેની ભૂમિકા વિશે શું કહ્યું?
- Iranમાં અશાંતિ, અત્યાર સુધીમાં 572 લોકો માર્યા ગયા; પરંતુ સાઉદી અરેબિયા કેમ મૌન ધારણ કરી રહ્યું છે?
- India ના ઝેન-જી ભવિષ્ય માટે જોખમ લેતા શરમાશો નહીં, સરકાર તમારી સાથે છે… પીએમ મોદીએ ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’માં કહ્યું
- Bangladesh માં વધુ એક હિન્દુની હત્યા, 25 દિવસમાં 8મી વખત હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા





