Morbi: શહેરના ઉમિયા સર્કલ પાસે યદુનંદન પાર્ક ૨ સોસાયટીમાં દીકરી ભગાડી જવાના મુદે બે પક્ષ વચ્ચે મારામારી થવા પામી હતી. જે બનાવ મામલે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Morbi: યદુનંદન પાર્ક-રમાં રહેતા જયરાજસિંહ કીર્તિસિંહ જાડેજાએ આરોપી ભરતભાઈ નિમાવત અને તેની સાથે આવેલ અજાણ્યા માણસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી દીકરી આરોપીના ભાણેજ સાથે ભાગીને લગ્ન કર્યા હોય. જે બાબતે તેઓ ક્યાં રહે છે. તેનું એડ્રેસ પૂછતાં હોય. જેથી આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ફરિયાદીના ભાઈને ગાળો આપી ઢીકાપાટું માર મારતા હતા અને જયરાજસિંહ તેને છૂટા પડાવવા જતા તેની સાથે ઝપાઝપી કરી શરીરે ઈજા કરી હતી.

જયારે સામાપક્ષે ભરતભાઈ નારણદાસ નિમાવત (ઉ.વ.૫૨)એ આરોપીઓ ભરતસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા અને શક્તિસિંહ જાડેજા (રહે. મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ભાણેજે આરોપીની દીકરી સાથે લગ્ન કર્યા હતા. જે બાબતે તેઓ ક્યાં રહે છે. તેનું એડ્રેસ આરોપીઓએ ફરિયાદીને પૂછતાં હતા. જેથી ભરતભાઈ નિમાવતે ખબર ના હોવાનું જણાવતા ગાળો આપી ઢીકા પાટું માર મારી લાકડાના ધોકા વડે શરીરે ઈજા પહોંચાડી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

પ્રેમલગ્ન કરનાર યુવક-યુવતી ક્યાં રહેવા જતાં રહ્યા છે? તેવું પૂછતાં બન્ને પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મામલો બિચક્યો