cyber fraud: સાગરીતને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયો શેરબજારમાં રોકાણ કરવાના બહાને બનાવટી છે. આ શખ્સે જામનગરમાં રૂ.60 લાખ 36 હજારની એપ્લીકેશન મારફતે ફાયનાન્સિયલ ફોઠ આચરતી ગેંગના છેતરપિંડી આચરી હતી.
બનાવટી એપ્લીકેશન મારફતે cyber fraud આચરતી ગેંગના એક સાગરીતને જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડયો, અન્યને પકડવા કવાયત
જામનગર જિલ્લામાં ખાનગી નોકરી કરતા એક વ્યક્તિને ચીટર ટોળકીએ વોટ્સએપ પર મેસેજ કરી શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની મારફત શેરમાર્કેટમાં રોકાણ કરવા માર્કેટ ભાવ શેર અપાવવા તેમજ આઈ.પી.ઓ.પણ માર્કેટ કરતા ઓછા દરે પ્રોવાઈડ કરાવી આપવાની લાલચ આપી હતી. આ સાથે મેક્સ ટ્રેડીંગ કંપનીની બનાવટી એપ ફરીયાદીના મોભાઈલમાં ઈન્સ્ટોલ કરાવડાવીને વિશ્વાસ કેળવી અલગ- અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શનથી ૬૦,૩૬,૦૦૦ ટ્રાન્સફર | કરાવડાવી લીધા હતા. બનાવટી એપમાં ખોટો પ્રોફીટ બતાવીને વધુ ને વધુ રૂપિયાનું રોકાણ કરવાની લાલચમાં ફસાવ્યા હતા.
જે બાદ ફરીયાદીએ રોકાણ કરેલા રૂપીયા કરતા બનાવટી એપમાંથી રૂપીયા પરત આવ્યા નહોતા. આ અંગે થોડા સમય પહેલા ફરિયાદ અરજી આપવામાં આવતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન શ્રી દ્વારા આરોપીઓની સધન તપાસ માટે ચક્રો ગતીમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પીઆઈ આઈ.એ. પાસુરાની સુચના મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમ સતત તપાસમાં રહી હતી
વોટ્સએપમાં મેસેજ મોકલીને ફસાવવાની મોડેસ ઓપરેન્ડી!
સૌપ્રથમ વોટ્સએપ પર મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે | રોકાણ કરાવવાની લોભામણી જાહેરાત આપે છે. ત્યારપછી સ્ટેપ-૨ માં શેરમાર્કેટમાં રોકાણ માટે ઈચ્છા ધરાવતા હોય તેવા વ્યક્તિઓને બજારભાવ । કરતા ઓછા ભાવે શેર-આઈપીઓ અપાવવાની લાલચ આપી વિખ્યાત શેરખાન મેક્સ ટ્રેડીંગ કંપની જેવી બનાવટી એપ મારફતે રોકાણની લાલચ આપે છે. સ્ટેપ-૩માં નાની રકમનું ઈન્વેસ્ટમેન્ટ કરાવી બનાવટી એપમાં વધુ પ્રોફીટ બતાવી વિશ્વાસમાં લઈ વધુ પૈસા ઈન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઈન રૂપીયા ટ્રાન્સફર કરાવડાવે છે. સ્ટેપ-૪માં મોટી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ 1 ગુન્હાને અંજામ આપવામાં આવે છે.