Jamnagar નજીક નવા નાગના ગામના સંખ્યાબંધ રહેવાસીઓ ઉપરાંત Jamnagarના ગુલાબ નગર સહિતની આસપાસની સોસાયટી વિસ્તારના ૫૦૦ જેટલા લોકોનું ટોળું આજે જિલ્લા પોલીસવડા ની કચેરીએ રેલી સ્વરૂપે પહોંચ્યું હતું, અને હાઇવે પર વાહન અથડાવવાના બહાને નાણા પડાવતી ગેંગ સામે કાર્યવાહી કરવા ઉગ્ર રજૂઆત કરી છે.
Jamnagar: વાહન અથડાવીને નુકસાની પેટે બળજબરીથી નાની-મોટી રકમ પડાવી લેવાતી હોવાનો આક્ષેપ, તાકીદે કાર્યવાહી કરવા માગણી
કારખાના સહિતના સ્થળોમાં મજૂરી કામ કરીને નવા નાગનાથ આસપાસના વિસ્તારના શ્રમિકો પોતાના વાહનમાં પરત ફરતા હોય છે ત્યારે આ ચોક્કસ ગેંગ તેઓ સાથે પોતાનું વહન અથડાવીને નુકસાની ના પૈસા પેટે મોટી રકમનું વળતર માંગે છે, અને સ્થળ ઉપર જે કંઈ રકમ હોય ખિસ્સા માંથી કઢાવી લે છે. અન્યથા પાછળ પાછળ તેમના ઘર સુધી જઈને ધાક ધમકી આપી પૈસા પડાવે છે. માત્ર નવા નાગના ગામમાં તાજેતરમાં સાત બનાવ બન્યા છે.
ઉપરાંત અન્ય સોસાયટી વિસ્તારમાં પણ અનેક બનાવો બન્યા છે, અને બે-ત્રણ હજારથી લઈને ૩૫,૦૦૦ સુધીની રકમ પડાવી લેવાના કિસ્સા બન્યા છે. જે ચોક્કસ ગેંગ સામે કાર્યવાહી કરવા બાબતે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત કરાઈ છે.