સાવરકુંડલા તાલુકાના Jira ગામના વતની અને સુરત રહેતા ઉદ્યોગપતિ દ્વારા પોતાના ખર્ચે ૭૦ વીઘા જમીન વેચાતી લઈને એક તળાવ બનાવવાનું નક્કી કરતા આજે પરિવાર અને મહાનુભાવો દ્વારા શા ોક્ત વિધિથી તળાવનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ખરીદેલી જમીનમાં તળાવ કામ ચાલુ કરવા પૂર્વ ધરતી માતાનું પૂજન કરાયું, તળાવના જળસંગ્રહથી ગામને પીવાનું પાણી અને ખેતીને પાણી મળશે

સાવરકુંડલા તાલુકાનું Jira ગામ કે જે ખારાપાટ વિસ્તારનું ગામ કહેવાય છે .આ ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન તો છે જ, ત્યારે જીરા ગામના વતની અને સુરત રહેતા પરેશભાઈ ડોબરીયાને વિચાર આવ્યો કે મારે મારા વતન માટે કંઈક એવું કામ કરવું જોઈએ. જેસમગ્ર ગામને ઉપયોગી થાય. આ વિચારને તેણે જળસંચયના વિચારમાં પરિવર્તિત કરી પોતાના ખર્ચે ૭૦ વીઘા જમીન વેચાતી લીધી અને આજે આ જમીન ઉપર વિઠ્ઠલરાય સરોવરનુંશા તવિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ખાસ કરીને આસપાસના ગામોમાં આ સરોવરમાં એકઠું થનાર પાણીનો લાભ મળશે.

ખેતી માટે તેમજ પીવાના પાણીના તળ પણ ઊંચા આવશે.તેમણે જણાવ્યું કે જો તમને કુદરતે કંઈક આપ્યું હોય તો વતનનું ઋણ ચૂકવવા કાંઈક સાર્વજનિક ઉપયોગી થાય તેવું કામ કરવું જોઈએ. પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આર્થિક યોગદાન જીરા ગામના વિકાસ માટે પાયાનું યોગદાન બની ગયું છે .આ સરોવરનું ખાતમુહૂર્ત પ્રસંગેગ્રામજનો ની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી.