Amreliના લાઠી રોડ વરસડા ગામ પાસે પોલીસે વોચ રાખીને એક ટ્રકને રોકી તલાશી લેતાં આ ટ્રકમાંતાડપત્રીની નીચે સંઘરેલી ૧૭૧૬ બોટલ વિદેશી શરાબ પકડી પાડી હતી. તેમજ ટ્રક સહિત રૂા.૧૬.૬૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે કુલ રૂ.૧૬.૬૪ લાખનો મુદ્દામાલ જપ્ત કયી,બે શખ્સોની ધરપકડ કરી છે.
Amreli જિલ્લામાં બુટલેગરોને પોલીસનો જાણે કંઈ જ ડર ન હોય તેમ બેરોકટોક દારૂ જિલ્લામાં ઠલવાઈ રહ્યો છે. જા કે Amreli એલસીબીને આ | બાબતે બાતમી મળતા પોલીસે ટ્રકને | અટકાવી તલાસી લેતા તાડપત્રીની આડમાં વિદેશી દારૂની ૧૭૧૬ બોટલ | સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમરેલી એલસીબી પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી | હતી કે, એક ટ્રકમાં ભારતીય બનાવટનો | વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી લાઠી તરફથી અમરેલી તરફ આવી રહ્યો છે.
જેથી બાતમી મળતા જ અમરેલી એલસબીએ વોચ ગોઠવી હતી જેમાં અમરેલી-લાઠી રોડ પર પર વરસડા ગામ પાસે ટ્રક પકડી પાડી ટ્રકમાં તાડપત્રીની આડશમાં વિદેશી દારૂની ૧૭૧૬ બોટલ ઝડપી પાડી હતી. પોલીસે કિશન સુરેશ દવે રહે. લીલીયા મોટા અને સીકંદર ઈબ્રાહીમ પઠાણ રહે. ઢસાવાળાને ઝડપી પાડયા હતા. જયારે વિરાજ પ્રવિણચંદ્ર રાણા રહે. ઢસાવાળાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દારૂ કિ. રૂ.૫,૬૮,૧૬૦ મળી કુલ રૂ. ૧૬,૬૪,૧૬૦નો મુદ્દામાલ જપ્ત કયી હતો.