Ahmedabad: અમેરિકાથી 116 ગેરકાયદેસર પ્રવાસી ભારતીયોની બીજી બેચ ભારતના અમૃતસર પહોંચી છે. જેમા 8 ગુજરાતીઓની વતન વાપસી થઈ છે. મળતી માહિતી અનુસાર અમેરિકન સૈન્ય વિમાન C-17 શનિવારે રાત્રે 11.32 કલાકે અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમાં પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, યુપી, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને ગોવાના એક-એક લોકોનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે આઠ ગુજરાતી સહિત 116 ગેરકાયદે ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કરી દીધા છે. 119 ગેરકાયદે ગયેલા ભારતીયોને લઈ પ્લેન આજે અમૃતસર લેન્ડ થયું હતું. જેમાં 67 પંજાબીઓ, 33 હરિયાણાના, 8 ગુજરાતી તેમજ ઉત્તર પ્રદેશના ત્રણ, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે અને હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કશ્મીરના એક-એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ગુજરાતીઓ ભારતમાં આવી ગયા છે. આ 8 લોકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. હાલ તમામ ગુજરાતીઓને અમદાવાદ લાવીને તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.