Morbi,જામનગર: Morbiના માધાપરમાં રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર દરોડો પાડી પોલીસે આઠ જુગારીને ઝડપી લઈને રોકડ રૂ ૫.૩૪ લાખની રોકડ જપ્ત કરી છે. જામનગર જિલ્લામાં ૧૩ દરોડા માં ૭૧ જુગારીઓને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂપિયા ૧.૬૯ લાખ કબ્જે કર્યા હતા.

જામનગર જિલ્લામાં જુગારના ૧૩ દરોડામાં ૭૧ શખ્સો ૧.૬૯ લાખની રોકડ સાથે ગિરફતાર

Morbi એલસીબી ટીમ પેટ્રોલિંગમાં દરમિયાન માધાપર શેરી નં ૨૯ માં રહેતા વિજય બાબુભાઈ વિંજવાડિયાના રહેણાંક | મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી. જ્યાં જુગાર રમતા વિજય બાબુભાઈ વિંજવાડિયા, અજય સામજીભાઈ વિંજવાડિયા, લક્ષ્મણ ગોકળભાઈ ટોટા, શાહરૂખ ફિરોજ પઠાણ, જયપાલ મુળજી કુંવરીયા, આરીફ હુશેન ચૌહાણ, અજય મનસુખ વરાણીયા અને ઉમેશ ટીડાભાઈ ગોલતરને ઝડપી લઈને રોકડ રૂ ૫,૩૪,૦૦૦ જપ્ત કરી એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગર નજીકના દરેડમાંથી ૧૪ને, શંકર ટેકરી વિસ્તારમાંથી આઠ શખ્સોને, ગોકુલનગરમાંથી પાંચ શખ્સોને, કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામેથી પને, લાલપુર ખાતેથી ૩ને, સિકકા પાટિયા પાસે પાંચ શખ્સોને,ધ્રોલ તાલુકાના મોડપર ગામે ચાર શખ્સોને, દડિયા ગામેથી ૬ને, બાલંભા ગામેથી ૭ને, લાલપુર ખાતેથી ૭ને, દલતુંગી ગામેથી પણ ૭ ખેલીઓને જુગાર રમતા ઝડપી ૧.૬૯ લાખની રોકડ કબજે પોલીસ દ્વારા કરાઈ હતી.