Gujarat: ભૂકંપ પ્રભાવિત ઝોન-પમાં આવતા કચ્છમાં ફોલ્ટલાઈનના પગલે સતત ભૂકંપો આવતા રહે છે તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી, તાલાલા સહિતના વિસ્તારોમાં પણ જમીનની ઉપરી સપાટીએ ધરતીકંપ સામાન્ય બની રહ્યા છે. ગુજરાતમાં ડિસેમ્બરના માત્ર ૧૭ દિવસમાં જ આજે ૬ઠઠો ભૂકંપ કચ્છ સરહદ પાસે ૩.૭ની તીવ્રતાનો નોંધાયો હતો જે ગત એક મહિનામાં સૌથી વધુ તીવ્રતાનો છે.
Gujarat: લખપતથી ૭૮ કિ.મી.દૂર ધોરડોથી આગળ ભારત-પાક. સરહદ પાસે જમીનમાં ૧૦ કિમી ઉંડાઈએ કંપન ઉદભવ્યું
કચ્છના લખપતથી ૭૮ કિ.મી.દૂર ધોરડો પછી ભારત-પાક.સરહદ પાસે આજે સવારે ૧૦-૪૪ વાગ્યે જમીનમાં માત્ર ૧૦ કિ.મી.ની ઉંડાઈએ આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ડિસેમ્બરમાં આ પહેલા રાપર પંથકમાં ઉપરાઉપરી ભૂકંપ અને અમરેલી વિસ્તારમાં એક ભૂકંપ નોંધાયેલ છે. જ્યારે નવેમ્બરમાં પણ રાપરમાં ૨ અને સૌરાષ્ટ્રના તાલાલા તથા ઉત્તર ગુજરાતના પાટણ નજીક એક-એક એમ ૪ ભૂકંપ નોંધાયા હતા.