સુરત: ઉત્તર મધ્ય રેલવેના ઝાંસી ડિવિઝનમાં આવેલા વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી સ્ટેશન પર થઈ રહેલા મોટા અપગ્રેડેશન કામને કારણે પશ્ચિમ રેલવેની ઘણી ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે. આ કામ 25 નવેમ્બર 2025થી 8 જાન્યુઆરી 2026 સુધી ચાલશે. આ દરમિયાન કેટલીક ટ્રેનોને અસ્થાયી રૂપે રદ કરવામાં આવશે, જ્યારે ઘણી અન્ય ટ્રેનોને વૈકલ્પિક માર્ગો પરથી ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકના જણાવ્યા મુજબ, ઝાંસી સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કામને કારણે રેલ ટ્રાફિકમાં અસ્થાયી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.

આ ટ્રેનો પરિવર્તિત માર્ગ પર ચાલશે 

મુંબઈ સેન્ટ્રલ-કટિહાર, કટિહાર-મુંબઈ સેન્ટ્રલ, ઉધના-સૂબેદારગંજ, સૂબેદારગંજ-ઉધના, અમદાવાદ-દરભંગા, દરભંગા-અમદાવાદ અને બરેલી-ઈન્દોર એક્સપ્રેસ જેવી ટ્રેનો આ સમયગાળા દરમિયાન ગ્વાલિયર, ગુના, બીના, કટની, પ્રયાગરાજ અને માણિકપુર જેવા સ્ટેશનોમાંથી પસાર થશે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ પોતાની યાત્રાની યોજના બનાવતી વખતે આ તારીખો અને માર્ગ પરિવર્તનોને ધ્યાનમાં રાખે અને રેલવેની વેબસાઈટ અથવા હેલ્પલાઈનથી માહિતી મેળવે.

બ્લોકને કારણે આ ટ્રેનો રદ રહેશે 

ટ્રેનનું નામ | રદ 

09043 બાંદ્રા-બઢની સ્પેશિયલ | 30 નવેમ્બરથી 4 જાન્યુઆરી સુધી 

09044 બઢની-બાંદ્રા સ્પેશિયલ | 1 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી 

05560 ઉધના-રક્સૌલ સ્પેશિયલ | 30 નવેમ્બરથી 4 જાન્યુઆરી સુધી 

05559 રક્સૌલ-ઉધના સ્પેશિયલ | 29 નવેમ્બરથી 3 જાન્યુઆરી સુધી