Ahmedabad કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા ગત જુનમાં લેવાયેલી સીએસ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાઓનું આજે પરિણામ જાહેર કરવામાઆવ્યુ છે.જેમાં એક્ઝિક્યુટિવમાં ૩ અને પ્રોફેશનલ એક સહિત Ahmedabadમાંથી ચાર વિદ્યાર્થીએ દેશના ટોપ ૨૦ રેન્કમાં સ્થાન મેળવ્યુ છે. એક્ઝિક્યુટિવમાં અમદાવાદનો વિદ્યાર્થી શાહ પારિતોષ દેશના ટોપ થ્રી રેન્કમાં આવ્યો છે.
પ્રોફેશનલમાં Ahmedabadના વિદ્યાર્થીને દેશમાં પાંચમો અને એક્ઝિક્યુટિવમાં ત્રીજો, ૬ઠ્ઠો અને ૧૪મો રેન્ક
સીએસના એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં મોડ્યુલ-૧માં જુના સીલેબસ (૨૦૧૭)નું પરિણામ ૨૦.૩૯ અને નવા સીલેબસ (૨૦૨૨)નું ૮.૧૫ ટકા પરિણામ રહ્યુ છે. ગત ડિસેમ્બરમાં જુના કોર્સનું ૧૫.૬૩ અને નવા કોર્સનું ૬.૯૨ ટકા હતુ. મોડ્યુલ-૨માં જુન-૨૦૨૪ પરીક્ષામાં જુના કોર્સનું ૩૦.૪૧ ટકા અને નવા સીલેબસનું ૨૦.૮૭ ટકા પરિણામ રહ્યુ છે.જે ગત ડિસેમ્બરમાં અનુક્રમે ૧૧.૪૭ ટકા અને ૭.૪૦ ટકા હતું.અમદાવાદ સેન્ટરમાં આ | વખતની પરીક્ષામાં જુના કોર્સનું મોડ્યુલ- ૧નું ૨૫.૩૬ ટકા અને નવા સીલેબસનું ૧૪.૩૫ ટકા પરિણામ રહ્યું છે. જ્યારે મોડ્યુલ-૨માં જુના કોર્સનું ૩૨.૨૧ ટકા અને નવા સીલેબસનું ૩૫.૨૯ ટકા પરિણામ રહ્યુ છે.
સમગ્ર ગુજરાતમાં એક્ઝિક્યુટવમાં જુના કોર્સનું મોડ્યુલ-૧નું ૨૭.૫૯ ટકા,| મોડયુલ-૨નું ૩૨.૦૫ ટકા પરિણામ રહ્યુ છે. નવા કોર્સમાં ગ્રુપ-૧માં ૧૩.૭૧ ટકા અને ગ્રુપ-૨નું ૩૨.૨૨ ટકા પરિણામ રહ્યુ છે.જ્યારે પ્રોફેશનલમાં પ્રોગ્રામમાં જુન-૨૦૨૪માં મોડયુલ-૧માં જુના કોર્સમાં મોડયુલ-૧માં ૩૨.૮૫ જુના કોર્સનું ૩૧.૧૩ ટકા અને નવા ટકા, મોડયુલ-૨માં ૩૩.૧૫ ટકા અને રમાં જુના કોર્સનુ ૩૦.૧૬ ટકા અને નવા કોર્સનું ૨૬.૭૨ ટકા તથા મોડયુલ-૩માં જુના કોર્સનું ૩૧.૧૮ ટકા પરિણામ રહ્યુ છે. અમદાવાદ સેન્ટરમાં આ વખતે મોડયુલ-૧માં જૂના કોર્સનું ૨૮.૯૭ ટકા તથા નવા કોર્સનું ૨૮.૪૨ ટકા અને મોડ્યુલ-૨માં જુના કોર્સનું ૩૨.૦૮ ટકા તથા નવા કોર્સનું ૩૬.૯૦ ટકા અને મોડયુલ-૩માં જુના કોર્સનું ૩૫.૬૨ ટકા મોડયુલ-૩માં ૩૩.૫૩ ટકા પરિણામ રહ્યુ છે. નવા સીલેબસમાં ગ્રુપ-૧નું ૨૭.૫૬ ટકા અને ગ્રુપ-૨માં ૩૨.૪૨ ટકા પરિણામ રહ્યું છે.
અમદાવાદ સેન્ટરમાં પ્રોફેશનલમાં નવા કોર્સમાં ૧૨૨ વિદ્યાર્થીએ અને જુના કોર્સમાં ૩૨૨ સહિત ૪૪૪ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે એક્ઝિક્યુટિવમાં નવા કોર્સમાં ૨૮૫ અને જુના કોર્સમાં ૫૨૦ સહિત ૮૦૫ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. પ્રોફેશનલમાં નવા કોર્સમાં અમદાવાદનો વિદ્યાર્થી રોહન પંજવાની દેશમાં પાંચમાં ક્રમે આવ્યો છે. જ્યારે એક્ઝિક્યુટિવમાં
જુના કોર્સમાં અમદાવાદનો વિદ્યાર્થી શાહ પારિતોષ દેશમાં ત્રીજા ક્રમે આવ્યો છે. નવા કોર્સમાં અમદાવાદની વિદ્યાર્થિની મનશાની હની દેશમાં છઠા ક્રમે અને કસક વાધવાની ૧૪મા ક્રમે આવી છે.