સુરતના કામરેજ, દિલ્હીગેટ, સગરામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.૧૨.૭૫ લાખની ઠગાઈ કરતા ઝડપાયેલા fake કસ્ટમ ઓફિસરે કડોદરાના વેપારી પાસેથી થી પણ નોકરી અપાવવાના બહાને રૂ. ૨ લાખ પડાવ્યા હતા.
fake હિમાશું રાયને અઠવાલાઈન્સ પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કર્યો : હવે પુણા પોલીસ કબજો મેળવશે
સુરતના કામરેજ, દિલ્હીગેટ, સગરામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને, ઈમ્પોર્ટ- એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.૧૨.૭૫ લાખની ઠગાઈ કરનાર નકલી કસ્ટમ ઓફિસર હિંમાશુકુમાર રાયને સુરત ક્રાઈમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આમીની નંબર પ્લેટ સાથેની કાર સાથે ઝડપી લીધો હતો.સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી સક્રિય મૂળ બિહારનો ભેજાબાજ અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.
જોકે, તે નોકરી છૂટી ગયા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવી અને આમીનો યુનિફોર્મ તેમજ આમીની બોગસ નંબર પ્લેટ બનાવી પહેલા તેણે ગોવામાં ઠગાઈ કરી હતી અને બાદમાં તે સુરત રહેવા આવી ગયો હતો. હિંમાશુકુમાર રાયે સુરતના કડોદરા રોડ રાજ પેલેસમાં રહેતા યુવાન વેપારી કાતીક વિજેશભાઈ રાવલને પણ જીએસટી એકસાઈઝમાં નોકરી અપાવવાની વાત કરી રૂ.૨ લાખ પડાવ્યા હતા. હિમાંશુકુમાર ઝડપાતા કાતીક રાવલે ગતરોજ તેના વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે હિમાંશુકુમારને ઝડપી અઠવાલાઈન્સ પોલીસને સોંપ્યો હોય તેમણે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે જેલ હવાલે કયી હતો.પુણા પોલીસ હવે તેનો કબજો મેળવી ધરપકડ કરશે.