સુરતના બમરોલી રોડની હોટલ ગેલેક્ષીમાં રોકાયેલા Varachhaના કસાઈ યુવાન પાસેથી એલસીબી ઝોન ૪ ની સ્ક્વોડે ખટોદરા પોલીસ સાથે મળી રૂ. ૨૫,૭૦૦ ની મત્તાનું ૨.૫૭ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને રોકડા રૂ. ૧૩૦૦ કબજે કરી તેને ભાઠેના ઉમીયા માતાજીના મંદિર પાસેના ખાડી બ્રિજ ઉપર ડ્રગ્સ આપનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કુથી હતો.

Varachha: બંધાણી દાનિશ શેખ બમરોલીની ગેલેક્ષી હોટલમાં રોકાયો હતોઃ અજાણ્યાએ ભાઠેનામાં ખાડી બ્રિજ પર ડ્રગ્સ આપ્યું હતું

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો | મુજબ સુરત શહેર પોલીસની એલસીબી ઝોન ૪ સ્ક્વોડના એએસઆઈ રોહિત યોગેશભાઈ અને હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ ભુથાભાઈને મળેલી બાતમીના આધારે એલસીબી ઝોન ઝોન ૪ ની સ્ક્વોડે ખટોદરા પોલીસ સાથે મળી ગત બપોરે બમરોલી રોડ સ્થિત હોટલ ગેલેક્ષીના પહેલા માળે રૂમ નં.૪ માં તપાસ કરતા ત્યાં રોકાયેલા દાનિશ હારૂનભાઈ શેખ ( કુરેશી ) ( ઉ.વ.૨૮, રહે.ઘર નં.૩૨-૧૨-૧૨૧, ખારવા ચાલ, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત) ના પેન્ટના વધુ ખિસ્સામાંથી રૂ.૨૫, ૭૦૦ ની મત્તાનું ૨.૫૭ ગ્રામ એમ.ડી.ડ્રગ્સ અને રોકડા રૂ.૧૩૦૦ મળ્યા હતા.

પોલીસે ખાટકી તરીકે કામ કરતા દાનિશ પાસેથી કુલ રૂ.૨૭ હજારનો મુદ્દામાલ કબજે કરી તેની પુછપરછ કરતા ડ્રગ્સનો ડ્રગ્સનો જથ્થો તેને ભાઠેના ઉમીયા માતાજીના મંદિર પાસેના ખાડી બ્રિજ ઉપર એક અજાણ્યાએ આપ્યાની કબૂલાત કરી હતી. પોલીસે આ અંગે ખટોદરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી દાનિશની ધરપકડ કરી તેને ડ્રગ્સનો જથ્થો આપનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.