Jamnagarનાં મયુરગ્રીન વિસ્તારમા એક મોટરનાં ચોરખાનામાંથી ૧૮૦ નંગ દારૂની બોટલનો જથ્થો એલસીબી પોલીસે શોધી કાઢી એક આરોપીની ધરપકડ કરી હતી. મોરબીના નવલખી રોડ પરના રહેણાંક મકાનમાં રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૮૪ બોટલ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
કપાસના ઢગલા આગમાં ભસ્મીભૂત થઈ ગયા, અમરેલીના લાઠી રોડ પર આવેલ સ્પિનિંગ મિલમાં આગ ભભૂકી
અમરેલી શહેરમાં આવેલ એક સ્પિનિંગ મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવને લઈને ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા. કપાસ નું રો મટીરીયલ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી ઘટનાને લઈને મિલ માલિકન -નુકશાન થયું હતું. આ બનાવની જાણ થતા અમરેલી ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.
ફાયરબ્રિગેડ તંત્રે ર બ્રાઉઝર અને પાણીના બંબાથી પાણીનો મારો બોલાવતા આગ કાબૂમાં આવી ગઈ
પ્રાપ્ત માહિતી પ્રમાણે, અમરેલી | શહેરના લાઠી રોડ પર આવેલ દ્રષ્ટિ કોટસ્પિન પ્રાઈવેટ લિમિટેડ નામની સ્પિનિંગ મીલમાં અચાનકજ આગ ભભુકી ઉઠી હતી.આગ લાગવાને કારણે ધુમાળાના ગોટા ફેલાઈ ગયા હતા.બનાવની જાણ થતાં અમરેલી ફાયર વિભાગને કરતા | ઇમર્જન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી હતી. એ પછી ૨ વોટર બાઉઝર વડે ૮ ફાયર બ્રિગેડના જવાનો કામે લાગી આગ પર કલાકોની કલાકાની જહેમત બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો.અહીં સ્પિનિંગ મિલમાં કપાસની ગાંસડીઓ સહિતનો રો મટીરીયલ હોવાને કારણે આગ વધુ ફેલાઈ હતી જેને પગલે મિલના કાચા માલ અને મશીનોમાં નુકસાન થયું હતુ. આગ કેમ લાગી એ બાબતે હજુ રહસ્ય જ રહ્યું છે.