Saurashtra: જન્માષ્ટમી અને શ્રાવણ માસમાં તહેવારો જાણે કે જુગાર રમવા જ આવતા હોય એમ Saurashtra ભરમાં જુગારીઓ સક્રિય બની ગયા છે. જેમાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની ગઈ હોય એમ જુગાર રમતા ઝડપાય છે. આજે Saurashtra માં જુદા જુદા સ્થળોએ જુગાર દરોડાઓ પાડતા ૧૯૩ આરોપીઓ કુલ ૧૮ લાખ રોકડ રકમ સાથે પકડાતા તમામ સામે જુગાર ધારાની કલમો મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. મુખ્યત્વે મોરબી પંથક જેતપુર પંથક અને જામનગર જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં જુગાર દરોડાઓ પાડવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં કુલ ૧૮સ્થળે દરોડામાં કુલ ૬૧ ખેલીઓ, જામનગર જિલ્લામાં જુદા જુદા ૧૫ દરોડામાં ૧૨ મહિલાઓ સહિત ૭૮ પતાપ્રેમીઓ પકડાયા છે આવી જ રીતે જેતપુર પંથકમાં દરોડા પાડી આઠ મહિલાઓ સહિત ૨૪ પકડાયા હતા.
જામનગર, મોરબી, જેતપુરમાં પોલીસે દરોડા કાર્યવાહી કરી રોકડ રકમ કબજે લીધી
મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીએ કિશન સેરશિયાના હોટલના બે રૂમમાં પોલીસે દરોડો પાડી ઉમા હોટલના માલિક કિશન સેરસિયા સહિત કુલ ૧૫ને પકડી પાડી રૂા.૪.૦૮ લાખ રોકડા કબજે કર્યા છે.આવી જ રીતે મોરબી વાકાનેર હાઈવે પર સેનીટેક સેનેટરીવેરના ગોડાઉનમાં બાતમીના આધારે રેડ પાડતા રાજેશભાઈ જીવરાજભાઈ મેદપરા સહિત પને રૂા.૬.૦૪ લાખ રોકડા સાથે પકડી લીધા હતા. જયારે વાકાનેરના અગાભી પીપળીયા ગામે સીમમાં જુગાર રમતા હિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ|, જાડેજા સહીત ૧૨ને રૂા.૪.૮૦ લાખ રોકડા અને વાહનો મોબાઈલ ફોન સહીત કુલ ૬.૬૯ લાખના મુદામાલ સાથે ૧૫ને પકડી પાડયા હતા. આ ઉપરાંત કોટડાનાયાણી ગામે જુગાર રમતા સતાભાઈ કડવાભાઈ વરૂ મળી કુલ ૭ને પકડી રૂા. ૨૭૦૦૦ કબજે કર્યા છે. આવી જ રીતે ભોજપરા ગામે ત્રણને પકડી લઈ ૧૨૦૦૦ કબજે લીધા છે. આવી જ રીતે બંધુનગર ગામે ૫ ને પકડી લેવાયા હતા. જોન્સન નગરમાં છ શખ્સો પકડાયા હતા.
જામનગર જિલ્લામાં જુદા જુદા પંદર દરોડાઓ પાડવામાં આવ્યા હતા. જેમાં ૧૨ મહિલાઓ સહિત ૭૮ ખેલીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. જયારે રૂા.૨.૯૨ લાખ રોકડા કબજે લીધા હતા. આ દરોડા દરમિયાન ૧૧ શખ્સો ભાગી છુટ્યા હતા. દરોડામાં લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા, લાલપુર શહેર, સાજડિયાળી, ધ્રોલના લૈયારા, લતીપર, જામનગર તાલુકાના નાઘુના સિકકા, સરમત, કાલાવડ તાલુકાના નીકાવા ગામનો સમાવેશ થાય છે.
જેતપુર શહેર તાલુકા પોલીસે જુગાર દરોડા કાર્યવાહી કરી આઠ મહિલાઓ સહિત ૨૪ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા હતા. જેમાં દેવકીગાલોળ ગામે આઠ શખ્સોને દોઢ લાખની મતા સાથે પકડયા હતા. આ ઉપરાત અમરનગરમાં રામોદિયાની વાડી પાસે જુગાર રમતા શખ્સોને પકડી ધોરણસરની કાર્યવાહી કરી હતી. અન્ય સ્થળે રેડમાં જુગાર રમતા સવિતાબેન રાજેશભાઈ અઘેરા સહિતની આઠ મહિલાઓને પકડી કાર્યવાહી કરી હતી.