Vadodaraતાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં બિન આદિજાતિ વિસ્તારમાં કુલ ૧૩૦ અને આદિજાતિ વિસ્તારમાં ૩૨ એમ ૧૬૨ જેટલી સરકારી માધ્યમિક શાળાઓની ચાલુ વર્ષે ૨૦૨૪-૨૫માં નવી મંજુર કરાઇ છે.
વાઘોડિયા તાલુકાના લીમડા, સાંગાડોલ, વ્યારા અને ડભોઈ તાલુકાના અર્કોટીમાં નવી શાળામાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ
જેમાં Vadodaraજિલ્લામાં ચાર/ સરકારી માધ્યમિક શાળાઓની નવી શરૂ 1 કરવા અંગે મંજુરી મળી છે. વાઘોડિયા વાઘોડિયા તાલુકામાં સરકારી માધ્યમિક શાળા લીમડા, સરકારી માધ્યમિક શાળા સાંગાડોલ અને સરકારી માધ્યમિક શાળા વ્યારા તેમજ ડભોઈ તાલુકામાં એક સરકારી માધ્યમિક શાળા અકોટીને મંજૂરી અપાઇ છે.
આ શાળાઓ આજથી સાંસદ, ડીઈઓ તેમજ અન્ય અધિકારીઓની હાજરીમાં કાર્યરત થઈ હતી. ઉક્ત શાળાઓમાં અંદાજે ૪૫ જેટલા વિદ્યાથીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને તમામ વિદ્યાથીઓના પ્રવેશ કરાવવામાં આવેલ, આ સમગ્ર કાર્યક્રમમાં લીમડા, સાંગાડોલ અને વ્યારામાંથી વાલીગણ, વિદ્યાથીઓ તેમજ શ્રે પ્રાથમિક શાળા, લીમડાનો તમામ સ્ટાફ, લીમડા ગામના ગ્રામજનો, પ્રાથમિક શાળા, લીમડાના વિદ્યાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.