અમદાવાદમાં સલામતી સુદ્રઢ બનાવવા માટે વધુ 106 એ.આઈ. સીસીટીવી લગાવવા અમદાવાદ મ્યુનિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. રીંગ રોડ અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી જરૂરી હોય તેવા સ્થળોની યાદી ટ્રાફિક પોલીસે આપતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટેન્ડર બહાર પાડવા પ્રક્રિયા હાથ ધરી છે. ગંભીર ગુના ઉકેલવા માટે વર્ષ 2011થી મ્યુનિ કોર્પોરેશન દ્વારા લગાવાયેલાં 5400 સીસીટીવી ઉપરાંત સોસાયટીઓ, ઘર, દુકાનોના એક લાખ ખાનગી કેમેરાના ફૂટેજ ઉપયોગી બની રહ્યા છે.

વર્ષ 2008માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયાં પછી સીસીટીવીની જરૂરિયાત સમજાઈ હતી. અમદાવાદમાં પોલીસે પ્રથમ વખત વર્ષ 201-12માં 82 લોકેશન ઉપર સીસીટીવી લગાવ્યાં હતા. આ પછી વર્ષ 2017માં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ અને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2117 સીસીટીવી લગાવીને આધુનિક કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો હતો. આ પછી નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે વધુ 300 સીસીટીવી લગાવ્યાં હતાં. બીઆરટીએસ રૂટ અને બસ સ્ટોપ ઉપરાંત રથયાત્રા રૂટ અને તાજીયાના રૂટ ઉપર સીસીટીવી છે. હાલમાં અમદાવાદમાં પોલીસ અને મ્યુનિ.ના 5400 સીસીટીવીનું નેટવર્ક છે.
આગામી છ મહિનામાં શહેરના એન્ટ્રી- એક્ઝિટ પોઈન્ટ અને નવા વિકસેલા વિસ્તારોમાં વધુ 109 કેમેરા લગાવવામાં આવનાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસે કરેલા સંયુક્ત આયોજનથી વિતેલા દશકામાં વિકાસ પામેલા વિસ્તારોમાં આ કેમેરા ગોઠવાશે. આ તમામ કેમેરા એ.આઈ.થી માણસનો ફોટોગ્રાફ કેપ્ચર થયા બાદ તેની ઓળખ મેળવવા કાર્યક્ષમ હશે.
સાણંદ, મકરબા, સરખેજ, એસજી હાઈવે, એસ.પી. રીંગ રોડ, મકરબા, જીવરાજ પાર્ક, વસ્ત્રાપુર, કોમર્સ છ રસ્તા, નવરંગપુરા સહિતના વિસ્તારોમાં કુલ 74 નવા સીસીટીવી લગાવવામાં આવશે.
AI સીસીટીવીમાં શું છે ખાસ?

ઑબ્જેક્ટ ડિટેક્શન. AI સુરક્ષા કેમેરા દ્રશ્યમાં રહેલી વસ્તુઓ શોધી શકે છે, જેમ કે માણસો, પ્રાણીઓ અને વાહનો.
ચહેરાની ઓળખ. ચહેરાની ઓળખ એ AI સીસીટીવી કેમેરાનુ સૌથી ખાસ ફિચર છે.
અસામાન્ય પ્રવૃત્તિ થતી હોય તો તે પણ તુરંત ખૂબ સુવ્યવસ્થિત રીતે કેપ્ચર કરે છે.
કોઈ ચોક્કસ ઑબ્જેક્ટનું ટ્રેકિંગ કરવુ સરળ બનશે
આ વિસ્તારોમાં લાગશે સીસીટીવી
નરોડા, ચામુંડા બ્રીજ, જમાલપુર, આરટીઓ, ચિમનભાઈ પટેલ અને પ્રેમ દરવાજા વિસ્તારમાં 12 સીસીટીવી લાગશળે.
નાના ચિલોડા, દહેગામ રીંગ રોડ, કરાઈ કટ, નરોડા બેઠક ત્રણ રસ્તા વિસ્તારમાં 7 સીસીટીવી લગાવાશે.
જશોદાનગર, એક્સપ્રેસ હાઈવે, સીટીએમ, રાજેન્દ્ર પાક, વિરાટનગર, ઠક્કરનગર, દાસ્તાન સર્કલ આસપાસના વિસ્તારમાં 11 સ્થળોએ સ્માર્ટ સીટીટીવી કેમેરા લગાવાશે.
આ પણ વાંચો..
- America એ તેના કર્મચારીઓને એક વિચિત્ર આદેશ જારી કર્યો, ચીની લોકો સાથે રોમેન્ટિક સંબંધો બાંધવા પર પ્રતિબંધ
- Godhra ફટાકડા વેચાણ થતા દુકાનો પર તંત્રના દરોડા, વેપારીઓમા દોડધામ
- Bhavnagar જિલ્લાના રાજગઢ ગામે પેટા કેનાલમાં ગાબડું પડ્યું, ખેડૂતો પરેશાન
- કચ્છની ઉજ્જડ જમીન પર Adani ગ્રુપનો ચમત્કાર, સ્વચ્છ ઉર્જાનું સ્વપ્ન થઈ રહ્યુ છે સાકાર…
- PM Modi એ થાઇલેન્ડમાં ભૂકંપથી થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો, કહ્યું કે ભારતની “એક્ટ ઇસ્ટ પોલિસી”માં બેંગકોકનું વિશેષ સ્થાન