Jamnagarમાં શરૂ સેક્શન રોડ પર આવેલા એક બંધ ફ્લેટમાં તસ્કરોએ ખાતર પાડયું હતું, અને અંદરથી રૂપિયા એક લાખ એંસી હજારની માલમત્તા ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ થઈ હતી. જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો છે, અને પોલીસે એક બાવરી શખ્સને ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે.
સીસીટીવી ફૂટેજ સહિતની મદદથી પોલીસે ગણતરીની કલાકોમાં ચોરાઉ રોકડ-દાગીના સાથે તસ્કરને ઝડપી લીધો
Jamnagarમાં શરૂ સેક્શન રોડ પર કોનીક ટાવરમાં પાંચમાં માળે રહેતા હરદેવસિંહ તખુભા જાડેજાના ફ્લેટને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધો હતો, અને અંદરથી એક લાખ સિત્તેર હજારની રોકડ રકમ તેમજ સોનાની બે વીટી સહિત રૂપિયા ૧,૮૦,૦૦૦ની માલમતા ચોરી કરી લઈ ગયા હતા. જે બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ | નોંધાવતાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા | વગેરેની મદદથી તસ્કરોને પકડવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.
આ દરમિયાન પીએસઆઇ કે.એન. જાડેજા તથા અન્ય પોલીસ ટીમેં ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે, અને એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી રોકડ રકમ અને સોનાની વીંટી કબજે કરી લીધી છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. ફ્લેટ એક દિવસ માટે બંધ રહ્યો હતો અને મકાન માલિક તેના ભાઈના ઘેરરોકાવા ગયા હતા પાછળથી તસ્કરે ફ્લેટને નિશાન બનાવી લઈ અંદરથી ચોરી કરી લીધી હતી. અન્ય થેલીમાં સોનાના બીજા દાગીના રાખવામાં આવ્યા હતા તે બચી ગયા હતા.