Dwarka: રાજ્યભરમાં ભારે વરસાદને લઈને લોકો હેરાન પરેશાન છે. ત્યારે હવે અનેક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તો કેટલાક લોકો ઘરવિહોણા બની ગયા છે. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ બાદ બચાવ કામગીરી શરૂ કરાઈ છે.

મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં કલેકટર શ્રી જી.ટી.પંડ્યાના દિશા દર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ છે.

ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ લીધે પાણીની પ્રવાહ વચ્ચે ફસાયેલા કલ્યાણપુર તાલુકાના ધૂમથર ગામેથી ૦૪ વ્યક્તિઓને કોસ્ટ ગાર્ડ દ્વારા એર લીફ્ટિંગ કરી સલામત રીતે બહાર લાવવામાં આવ્યા હતી. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા કંટ્રોલરૂમ ખાતેથી સંપર્ક વિહોણા ગામ કોમ્યુનિકેશન કરી સતત મદદ પહોંચાડવામાં આવી રહી છે.