ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં સાથ બજાર વિસ્તારની નજીક આવેલા ચોકસી બજારમાં લૂંટારો દ્વારા ફાયરિંગ કરાયું છે. હાલ નડિયાદ ટાઉન પોલીસ અને ડીવાયએસપી સહિતનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી છે.
નડિયાદ ટાઉન પોલીસની હદમાં થોડા વખત પહેલાં એક વૃદ્ધા ફાયરિંગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. હજુ આ ફાયરિંગની ઘટના પરથી પોલીસ પડદો ઉચકી શકી નથી ત્યારે અહીંયાથી 50 મીટર દૂર આવેલા સાંથ બજાર નજીકના ચોકસી બજાર વિસ્તારમાં અજાણ્યા લૂંટારુઓ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે. આ વિસ્તારમાં ઘરેણાંની દુકાનો છે અને સાંજના આઠ વાગ્યાના સુમારે એક સોનીની દુકાનમાંથી મનન સાલુકે દુકાનની થેલી લઈને નીકળ્યો હતો. એમાં દુકાનની રોકડ રકમ સહિતનો સામાન હતો. અત્રે આજે અજાણ્યા લૂંટારો અગાઉથી બાઈક લઈને ઉભા હતા અને યુવકને આંતરી લીધો હતો. બાદમાં યુવકની સામે બંદૂક તાણી હતી. દ્વારા લૂંટ ચલાવવા આવ્યા જેથી યુવક ગભરાઈ ગયો હતો. યુવા પાસે તેના હાથમાં રહેલો થયેલો માંગ્યો હતો પરંતુ યુવક થયેલો ન આપતા લૂંટારુઓ પબ્લિકની અવર-જવર હોવાથી મંસા પૂરી ન થતી હોવાનું જણાતા હવામાં ફાયરિંગ કરી અને ભાગી છૂટ્યા હતા. હાલ આ સમગ્ર મામલાને લઇ નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વિમલકુમાર બાજપાઈ અને નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ભરવાડ પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા છે અને આ સમગ્ર મામલે સ્થાનિક લોકો પાસેથી જાણકારી મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

