હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભા ચૂંટણી જીતનારી અભિનેત્રી કંગના રાનૌતને ચંડીગઢ એરપોર્ટ પર એક મહિલા સીઆઈએસએફ કર્મચારીએ લાફો મારી દીધો હતો. જો કે પહેલાં તો લોકોને આ વાત પર વિશ્વાસ થયો નહીં, પરંતુ વીડિયો વાયરલ થયો અને કંગનાએ આ મામલા પર ચુપ્પી તોડી. આમ, આ ઘટના બનતા લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે આખરે શું થયુ હતુ?
સુત્રોના જણાવ્યા અનુસાર જે મહિલા સીઆઇએસએફ કર્મચારીએ કંગના રનૌતને થપ્પડ મારી હતી એનું નામ કુલવિંદર કૌર છે. જેમને ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબની મહિલાઓ વિશેના એક નિવેદન પર કંગનાની ટિપ્પણીથી નારાજ હતી, જેમાં કહ્યું હતુ કે પંજાબની મહિલાઓને પૈસા માટે ખેડૂતોના આંદોલનમાં ભાગ લીધો હતો. મહિલા કોન્સ્ટેબલ સામે તપાસ શરૂ કરવામાં આવી છે.
ઘટના વિશે જાણકારી આપતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, કંગના રનૌત ફ્લાઇટથી દિલ્હી જવા માટે મોહાલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી. જ્યારે ત્યાં એસએચએ વિસ્તારમાં પહોંચી તો સીઆઇએસએફની મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે એની શોધખોળ કરી. ત્યારબાદ કંગના મળી અને પછી મહિલા કોન્સ્ટેબલે કંગના રનૌતને થપ્પડ મારી દીધી.
કુલવિંદર કૌરે કહ્યું કે, કંગના રનૌતે ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો આંદોલન દરમિયાન પંજાબની મહિલાઓ વિશે અપમાનજનક નિવેદન આપ્યું, ત્યારબાદ એ ખૂબ નારાજ હતી. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના પછી મંડીના નવા સાંસદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં ફરિયાદ નોંધાવી શકે છે કારણકે એરપોર્ટ પર સીઆઇએસએફના વરિષ્ટ અધિકારીએ આ વાત જણાવી.
અધિકારીઓનો દાવો છે કે કંગના પહેલાંથી જ સીઆરપીએફની સુરક્ષા પ્રાપ્ત છે, પરંતુ એરપોર્ટ પર કોઇને મનમાં એવું ન હતુ કે ઓન ડ્યુટી કોન્સ્ટેબલ એક્ટ્રેસને થપ્પડ મારશે. આમ, ફ્લાઇટ સાંજના 4.10 વાગે મોહાલીથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. આ સમય સુધી કોન્સ્ટેબલ કુલવિંદર કૌર સીઆઇએસએફના કમાન્ડેન્ટ સામે હાજર હતી. ત્યારબાદ કુલવિંદરના મામલામાં તરત સસ્પેન્ડ કરી દીધી.
કુલવિંદર કૌરના પર્સનલ લાઇફની વાત કરીએ તો એમને બે બાળકો છે. ભાઇ શેર સિંહ ખેડૂત લીડર છે. જ્યારે કુલવિંદરના પતિ પણ CISF માં છે. કુલવિંદર કૌર પંજાબના સુલ્તાનપુર, લોઘીના છે. કંગનાએ દિલ્હી પહોંચીને આ ઘટનાનો એક વિડીયો શેર કર્યો અને જણાવ્યું. કંગનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ જલદી ઇમરજન્સીમાં નજરે પડશે.