છેલ્લા થોડા વર્ષોથી અક્ષય કુમારની એક બાદ એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. સતત ફ્લોપ ફિલ્મના કારણે તેના સ્ટારડમ પર પણ અસર પડી છે. એવામાં અક્ષયની અપકમિંગ ફિલ્મોને લઈને પણ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. જેમાં અક્ષયની ફિલ્મ રિલીઝ થાય એના પહેલા જ તેને ઝટકો લાગ્યો છે. અક્ષયની આગામી બે ફિલ્મોને બે મોટા સ્ટારે છોડી દીધી છે. જેમાં વેલકમ ટૂ જંગલમાંથી સંજય દત્ત અને હાઉસફુલ 5માંથી અનિલ કપૂર દૂર થઈ ગયો છે.

અક્ષય કુમારે ગયા વર્ષે વેલકમ ટૂ જંગલનું એનાઉન્સ કર્યું હતું. જ્યાં તેને એક ટીઝર પણ લોન્ચ કર્યું હતું. આ ફિલ્મમાં સંજય દત્ત જોવા મળવાનો હતો. તેને આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું. પરંતુ શૂટિંગ ડેટને લઈને સમસ્યા થતાં સંજય દત્તે ફિલ્મ છોડી દીધી છે. ફિલ્મ છોડવાનું બીજું કારણ એ પણ હતું કે, આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ચેન્જ કરવામાં આવી હતી.

હાઉસફુલ ફિલ્મની સીરીઝ અત્યાર સુધી સુપરહીટ રહી છે. હવે તેનો પાંચમો ભાગ પણ આવવાનો છે. અક્ષય કુમારની હાઉસફુલ 5માં અનિલ કપૂર પણ મહત્ત્વના રોલમાં જોવા મળવાનો હતો, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ અનિલ કપૂરને પૂરતી ફી નહીં મળતા તેને આ ફિલ્મ છોડી દીધી છે. અત્યારે એ જાણવા નથી મળ્યું કે, અનિલ કપૂરે કેટલી ફી માંગી હતી.ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બરમાં આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરાયું હતું. આ ફિલ્મ 6 જૂન 2025ના રોજ રીલિઝ થવાની છે. જેમાં લીડ એક્ટ્રેસમાં કૃતિ સેનન જોવા મળશે.