મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર કથિત રીતે ફાયરિંગ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ કેસમાં ધરપકડ કરાયેલા શૂટર્સની પૂછપરછ હજુ પણ ચાલુ છે. બિહારના રહેવાસી શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને જ્યાં સુધી શસ્ત્રો અને ગોળીઓ પનવેલમાં તેમના ભાડાના મકાનમાં પહોંચાડવામાં ન આવે ત્યાં સુધી ક્યાંથી ફાયરિંગ કરવું તે કહેવામાં આવ્યું ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સાથે આરોપીએ પોલીસને જણાવ્યું કે માત્ર એક્ટર સલમાન ખાન જ નહીં પરંતુ અન્ય ફિલ્મ સ્ટાર્સ પણ તેમના રડાર પર છે. પોલીસને જાણવા મળ્યું છે કે, બિશ્નોઈ ગેંગના ઈશારે આરોપીઓએ માત્ર સલમાન જ નહીં પરંતુ અન્ય બે કલાકારોના ઘરની પણ રેકી કરી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પૂછપરછ દરમિયાન ચૌધરીએ અમને જણાવ્યું કે તેને મુંબઈમાં રહેતા સલમાન ખાન અને અન્ય બે કલાકારોના ઘરનો વીડિયો લેવાનું કહેવામાં આવ્યું હતું. તેના મોબાઈલ ફોનમાંથી તમામ ડેટા ડિલીટ કરવામાં આવ્યો છે અને અમે તેને પુનઃપ્રાપ્ત કરવા માટે ટેકનિકલ મદદ લઈ રહ્યા છીએ. આ તેમનાદાવાઓને સાબિત કરવામાં મદદ કરી શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર ચૌધરી બિશ્નોઈ ગેંગ સાથે
પાંચ-છ વર્ષથી વધુ સમયથી સંકળાયેલો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ચૌધરી અનમોલ બિશ્નોઈ અને રોહિત ગોદારા સાથે સીધો સંપર્કમાં હતો અને તેમની સાથે વીડિયો કોલ પર વાત કરતો હતો. અધિકારીએ કહ્યું, અમેઆશા રાખીએ છીએ કે ચૌધરીની પૂછપરછથી અમને બિશ્નોઈ ગેંગ વિશે વધુ માહિતી મળશે અને તેઓ શહેરમાં કેટલા સક્રિય છે તે પણ જાણવા મળશે.
મહત્વનું છે કે, બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં 14 એપ્રિલના ગોળીબારની ઘટનાના 48 કલાકની અંદર જ બંનેની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં ચોથી વખત હાજર થયા બાદ શૂટર્સ સાગર પાલ અને વિકી ગુપ્તાને 27 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને ખબર પડી કે, સાગર પાલ અને વિકી ગુપ્તાને શૂટિંગનું કામ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈએ આપ્યું હતું પરંતુ તેઓને તેની જાણ નહોતી. પરંતુ હથિયારોની ડિલિવરી બાદ તેઓએ સલમાન ખાનના ઘરે ગોળીબાર કરવો પડ્યો હતો.