દિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફોર્થ ડેથ એનિવર્સરી ચે. સુશાંતના ગયા પછી આજે પણ દરેક લોકો એક્ટરને યાદ કરે છે. સુશાંત એક્ટરની સાથે-સાથે એક સારો વ્યક્તિ પણ હતો. સુશાંતના નિધન પછી દરેક લોકોને દુખ થયુ હતુ. જો કે આજે પણ લોકો સુશાંતને યાદ કરીને રડી પડે છે.
સુશાંત સિંહ રાજપૂત બોલિવૂડનો એક ચહેરો છે જેનો કોઇ ભુલી શક્યુ નથી. સુશાંતના નિધન પછી પરિવાર અને પ્રશંસકો આજે પણ એક્ટરને યાદ કરે છે. સુશાંતના અભિનયે દરેક લોકોનું દિલ જીતી લીધુ હતુ. જો કે આજે પણ એક્ટરનું મૃત્યુ રહસ્યમય બની ગયુ છે. 14 જૂન 2020ના રોજ બપોરના સમયે સુશાંતના મોતના સમાચાર આવ્યા હતા. તો જાણો સુશાંતની અજાણી વાતો.
સુશાંત સિંહના ચહેરા પર હંમેશા સ્માઇલ જોવા મળતી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે સુશાંતનું ઉપનામ ગુલશન હતુ. સુશાંતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ પટનામાં થયો હતો. પાંચ ભાઇ-બહેનોમાંથી સૌથી નાનો સુશાંત હતો. સુશાંતની માતાના મૃત્યુ પછી પરિવાર તૂટી ગયો હતો અને પટનાથી દિલ્હી શિફ્ટ થયા હતા. સુશાંતે 14 જૂન 2020ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.
સુશાંતના કરિયરની વાત કરીએ તો એક્ટર ટેલિવિઝન સિરીયલથી શરૂઆત કરી હતી. પહેલો શો સ્ટાર પ્લસનો રોમેન્ટિક ડ્રામા ‘કિસ દેશ મે હૈ મેરા દિલ’ 2008માં આવી હતી. ત્યારબાદ ઝી ટીવીનો લોકપ્રિય શો ‘પવિત્રા રિશ્તા’ પણ ખૂબ પ્રસિદ્ધી મળી હતી. ફિલ્મી કરિયરની શરૂઆત 2013માં આવેલી ફિલ્મ ‘કાય પો છે’થી કરી હતી. ત્યારબાદ સુશાંતે શુદ્ધ દેસી રોમાન્સ, પીકે, ડિટેક્ટિવ બ્યોમકેસ બક્શીમાં કામ કર્યુ હતુ. 2016 ની ફિલ્મ એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરીમાં મહેન્દ્ર સિંહની મુખ્ય ભૂમિકા નિભાવી હતી. જેમાં લોકોએ એક્ટરને ખૂબ પસંદ કર્યો હતો.
આમ, વાત કરવામાં આવે તો સુશાંતનું નામ અનેક એક્ટ્રેસની સાથે જોડાયુ હતુ. અંકિતા લોખંડેથી લઇને રિયા ચક્રવતીનું નામ આ લિસ્ટમાં શામેલ છે. પરંતુ એક્ટરને ક્યારેય કોઇનો પ્રેમ મળી શક્યો નહીં.