સની દેઓલ માટે 2023 સારું રહ્યું હતું. તેની ગદર 2 ઓગસ્ટ 2023 માં રિલીઝ થઈ હતી, જેણે થિયેટરોમાં સારી એવી કમાણી કરી હતી. હવે સની દેઓલને લઈને ભારે ચર્ચા છે. તે ટૂંક સમયમાં અમુક ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા જઈ રહ્યો છે. કેટલીક તસવીરો પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે, જેના પર કામ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
સની દેઓલ અત્યારે જે બે ફિલ્મો માટે ચર્ચામાં છે તે છે ‘લાહોર 1947’ અને ‘બોર્ડર 2’. આમિર ખાન પહેલી ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યો છે. આમાં સની દેઓલની સામે પ્રીતિ ઝિન્ટા જોવા મળશે. બીજી તરફ સની દેઓલ સિવાય આયુષ્માન ખુરાના પણ ‘બોર્ડર 2’માં જોવા મળશે. સની દેઓલની પહેલી ‘બોર્ડર’ વર્ષ 1997માં આવી હતી. આ તસવીર જેપી દત્તાએ ડિરેક્ટ કરી હતી, જ્યારે સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટ સહિતના ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે તેની સિક્વલ પર કામ ચાલી રહ્યું છે. હાલમાં જ ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હાલમાં જ એક મીડિયા રિપોર્ટ સામે આવ્યો છે. જે મુજબ ‘બોર્ડર 2’ આ વર્ષે ઓક્ટોબરમાં ફ્લોર પર જશે. ટીમ ઓક્ટોબરમાં શૂટિંગ શરૂ કરશે. રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં વાત કરતી વખતે સની દેઓલે કહ્યું કે, આ સિક્વલ વિશે વર્ષ 2015માં જ વિચાર્યું હતું. ત્યારે જ શરૂ કરવાના હતા. પણ પછી મારી ફિલ્મો ફ્લોપ થઈ એટલે લોકો તેને બનાવતા ડરી ગયા.પરંતુ હવે દરેક તેને બનાવવા માંગે છે. ‘બોર્ડર’ના પાત્રોને ‘ક્યુટ’ ગણાવતા સની દેઓલે સ્વીકાર્યું કે તે આ પાત્રોને જોવા માંગશે.
2026ના રિપબ્લિક ડે સપ્તાહમાં ‘બોર્ડર 2’ રિલીઝ કરવાની યોજના છે. અનુરાગ સિંહ આ ફિલ્મનું નિર્દેશન કરશે. થોડાં સમય પહેલા એવું સામે આવ્યું હતું કે સિક્વલની સ્ટોરી એ જ રાત્રે સેટ કરવામાં આવશે જે ‘બોર્ડર’ પાર્ટ 1 માં બતાવવામાં આવી હતી.