સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના લગ્નને લઇને બોલિવૂડમાં ચર્ચાઓ થઈ રહી છે. જ્યાં ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને 23 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યાં છે. તેવામાં એક્ટ્રેસના પિતા શત્રુઘ્ન સિન્હા કહી રહ્યાં છે કે, તેમને આ વાતની કોઇ જાણકારી નથી અને તે પોતાની દીકરીના ફોનની રાહ જોઇ રહ્યાં છે. તેવામાં સોનાક્ષી સિન્હાના ભાઇનું કહેવું છે કે, તેમને આ લગ્નથી કોઇ મતલબ નથી. સોનાક્ષી અને ઇકબાલે પણ હજુ સુધી આ મામલે મૌન સેવી રાખ્યું છે. પરંતુ તેમના લગ્નનું ઓડિયો કાર્ડ વાયરલ થઇ રહ્યું છે.

સોનાક્ષી અને ઝહીરના વેડિંગ કાર્ડ વિશે વાત કરીએ તો, કાર્ડને મેગેઝિન કવરની જેમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલના વેકેશનની રોમેન્ટિક તસવીર છે. આમંત્રણમાં લખ્યું હતું કે, અમે આઓફિશિઅલ કરી રહ્યા છીએ. આ ઉપરાંત વેડિંગ કાર્ડ મુજબ મુંબઈના બાસ્ટિયન રેસ્ટોરાંમાં 23 જૂને એક ઇવેન્ટ હોસ્ટ કરવામાં આવશે. સોનાક્ષીના એક મિત્રના કહેવા મુજબ સોનાક્ષી આ બધું એકદમ સિક્રેટ રાખવા માંગતી હતી.આથી જ વધુ માહિતી કોઈ સાથે શેર કરી નથી.

આમ તો સોનાક્ષી કે ઝહીરે તેના લગ્નની કોઈ જ જાણકારી શેર કરી નથી. પરંતુ આ દિવસને ખાસ બનાવવા તે છેલ્લા ઘણા મહિનાઓથી તૈયારીઓ કરી રહી છે. સોનાક્ષી લગ્નને સિમ્પલ રાખવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં અંગત લોકોને જ આમંત્રણ છે અને લગ્નમાં આવનાર મહેમાનો માટે ડ્રેસ કોડ પણ છે. સોનાક્ષીના લગ્નનો ડ્રેસ કોડ ફોર્મલ અને ફેસ્ટીવ છે તેમજ લાલ કલરના કપડા પહેરવાની મનાઈ છે.

જણાવી દઇએ કે, ઝૂમના એક લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, બંને રજીસ્ટર્ડ મેરેજ કરશે અને તે બાદ 23 જૂને રિસેપ્શન પાર્ટી થશે. સોનાક્ષીની મિત્રએ ઝૂમને જણાવ્યું કે, ‘મને 23 જૂનની સાંજે કપલ સાથે વેડિંગસેલિબ્રેટ કરવાનો મોકો મળ્યો છે. પરંતુ લગ્નની પૂરી જાણકારી નથી. જ્યાં સુધી હું જાણું છું, તે પહેલા જ કોર્ટ મેરેજ કરી ચુક્યાં છે કે પછી 23 જૂનની સવારે રજીસ્ટર મેરેજ કરી શકે છે. ‘