પ્રખ્યાત Malayalam actor નિવિન પાઉલી પર નેરિયામંગલમની એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં છ આરોપીઓ સંડોવાયેલા છે. મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલ Me Too ચળવળએ મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધી છે.
પ્રખ્યાત Malayalam actor નિવિન પાઉલી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે . નેરિયામંગલમના રહેવાસી ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે પાઉલીએ નવેમ્બર 2023માં દુબઈમાં તેને ફિલ્મમાં કામ આપવાની આડમાં તેનું યૌન શોષણ કર્યું હતું. કેસ સત્તાવાર રીતે એર્નાકુલમ, કેરળમાં નોંધવામાં આવ્યો છે જ્યાં અભિનેતા અને અન્ય પાંચ સામે બિનજામીનપાત્ર આરોપો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેરળ પોલીસે મંગળવાર, 3 સપ્ટેમ્બરે એક મહિલાની ફરિયાદના આધારે અભિનેતા નિવિન પાઉલી, મલયાલમ ફિલ્મ નિર્માતા એ.કે. સુનીલ અને અન્ય ચાર સામે કેસ નોંધવામાં આવ્યો છે.
Malayalam actor નિવિન પાઉલી પર બળાત્કારનો આરોપ
મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેની સાથે જાતીય સતામણી કરવામાં આવી હતી. એર્નાકુલમની ઓન્નુકલ પોલીસે TNMને પુષ્ટિ આપી કે તેમની સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 376 (બળાત્કાર) સહિત સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાએ હેમા કમિટીના રિપોર્ટ બાદ રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ પણ પોતાની ફરિયાદ રજૂ કરી છે. જણાવી દઈએ કે એસઆઈટીએ બાદમાં ઓન્નુકલ પોલીસને જાણ કરી હતી, ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો હતો.
Malayalam actor નિવિન પાઉલી સામે કેસ નોંધાયો
હેમા કમિટીના રિપોર્ટ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે આ મામલો સામે આવ્યો છે. જેમ જેમ રેપ કેસની તપાસ આગળ વધી રહી છે અને તેમાં ઘણા કલાકારોના નામ પણ સામે આવી રહ્યા છે. અભિનેતા નિવિન પાઉલી ઉપરાંત મહિલાએ અન્ય પાંચ વ્યક્તિઓ સામે પણ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે. હેમાના અહેવાલ બાદ, સુપરસ્ટાર મોહનલાલે એએમએમએ (મલયાલમ મૂવી કલાકારોના સંગઠન)ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. એસોસિએશનના કેટલાક સભ્યો પર પણ જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમ કે એડવેલા બાબુ અને અભિનેતા-રાજકારણી મુકેશ. જયસૂર્યા જેવા લોકપ્રિય કલાકારો સામે પણ કેસ નોંધાયા છે.
શું છે હેમા કમિટિનો રિપોર્ટ?
હેમા કમિટીના રિપોર્ટને લઈને છેલ્લા ઘણા દિવસોથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચી ગઈ છે. તમને જણાવી દઈએ કે ‘હેમા કમિટિ રિપોર્ટ’ મહિલા કલાકારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં અભિનેત્રી મીનુ મુનીરે 28 ઓગસ્ટના રોજ મલયાલમ ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્થાપિત કલાકારો જેમ કે મુકેશ, જયસૂર્યા અને એડવેલા બાબુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.