Rupali: સીરિયલ ‘અનુપમા’ની જેમ જ રિયલ લાઈફમાં પણ રૂપાલી ગાંગુલીની લાઈફ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી છે. તેમની સાવકી દીકરીએ તેમના પરિવાર પર એવા ગંભીર આરોપ લગાવ્યા છે કે દરેક ચાહકો ચોંકી ગયા છે. વાસ્તવમાં રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્માના આ બીજા લગ્ન છે.
સીરિયલ ‘અનુપમા’ની જેમ જ રિયલ લાઈફમાં પણ રૂપાલી ગાંગુલીની લાઈફ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહી છે. તેમની સાવકી દીકરીએ તેમના પરિવાર પર એવા ગંભીર આરોપ લગાવ્યા છે કે દરેક ચાહકો ચોંકી ગયા છે. વાસ્તવમાં રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિન વર્માના આ બીજા લગ્ન છે. તેમને તેમના પહેલા લગ્નથી એક પુત્રી પણ છે જેનું નામ ઈશા વર્મા છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે તેના પિતા અને સાવકી માતા વિશે ચોંકાવનારા દાવા કર્યા હતા.
ઈશા વર્માએ ઈન્ટરવ્યુમાં આ ખુલાસો કર્યો છે. તેના પિતા અશ્વિન વિશે તેણે કહ્યું કે તેણે તેની માતા સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું છે. તેના પરિવારને પણ ખબર ન હતી કે તેના પિતાએ ફરીથી લગ્ન કર્યા છે અને તેને એક પુત્ર છે.
રૂપાલી ગાંગુલીની સાવકી દીકરી
ઈશા વર્માનો દાવો છે કે રૂપાલી ગાંગુલીના પતિ અશ્વિને તેની માતાને બે વખત છૂટાછેડાના કાગળો આપ્યા હતા અને કોઈને જાણ કર્યા વિના ભારત આવી ગયા હતા. તેને એ પણ ખ્યાલ નથી કે તેના પિતાએ અહીં બીજી વાર લગ્ન કર્યા છે. તેમને સાવકી માતા અને તેના પુત્ર વિશે સમાચાર દ્વારા ખબર પડી.
રૂપાલીના એકમાત્ર પુત્ર વિશે કર્યો દાવો
આટલું જ નહીં, એશા વર્માએ રૂપાલી ગાંગુલીના એકમાત્ર પુત્ર વિશે એવો પણ દાવો કર્યો હતો કે તેનો જન્મ સમય પહેલાની ડિલિવરીથી થયો નથી પરંતુ લગ્ન પહેલા થયો હતો. આટલું જ નહીં ઈશાએ રૂપાલી પર ઘર તોડવાનો આરોપ પણ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે, રૂપાલી ગાંગુલીએ હજુ સુધી આ બાબતો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. 20 કરોડની નેટવર્થ ધરાવતી અભિનેત્રીની પ્રતિક્રિયાની ચાહકો રાહ જોઈ રહ્યા છે.