Manoj kumar: પીઢ અભિનેતા મનોજ કુમારના નિધનથી આખું બોલિવૂડ શોકમાં છે. ચાહકોની સાથે સેલેબ્સ પણ સોશિયલ મીડિયા દ્વારા આ દિગ્ગજને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચાલો જોઈએ કે મનોજ કુમારના નિધન પર અક્ષય કુમાર-અજય દેવગનથી લઈને સની દેઓલ સુધીના દિગ્ગજ લોકોએ શું કહ્યું?
હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે શુક્રવારે સવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. મનોજના નિધનથી બોલિવૂડ પણ દુઃખી થઈ ગયું. સેલેબ્સ તેમને સતત શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ચાલો જોઈએ કે બોલિવુડે ‘ભારત કુમાર’ને કેવી રીતે યાદ કર્યા છે.
સની દેઓલ
મનોજ કુમારની તસવીર શેર કરતા સની દેઓલે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “મનોજ કુમાર સાહેબે અમને એવા પાત્રો આપ્યા જે વીર અને માનવીય બંને હતા. તેમની ફિલ્મો દેશ અને તેના લોકો માટેના પ્રેમને પ્રતિબિંબિત કરે છે. સિનેમા જગત માટે એક અપૂર્વીય ખોટ. એક યુગનો અંત.”
અક્ષય કુમાર
અક્ષય કુમારે પોતાના એક્સ હેન્ડલથી મનોજ કુમારની તસવીર શેર કરી અને લખ્યું, “હું તેમની પાસેથી શીખીને મોટો થયો છું કે દેશ માટે પ્રેમ અને ગર્વથી મોટી કોઈ લાગણી નથી અને જો આપણે કલાકારો આ લાગણી બતાવવા માટે આગળ નહીં આવે, તો કોણ કરશે? આવા અદ્ભુત વ્યક્તિ, અને આપણા સમુદાયની સૌથી મોટી સંપત્તિમાંથી એક. મનોજ સર. ઓમ શાંતિ.”