ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. તવાયફો પર બનેલી આ સિરીઝમાં લીડ રોલ કરનારી એક્ટ્રેસ મનીષા કોઈરાલા, સોનાક્ષી સિન્હા, અદિતિ રાવ હૈદરી પણ ચર્ચામાં છે. મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેત્રી મનીષા કોઈરાલાએ પણ પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી હતી કે સિરીઝના શૂટ સમય તે ડિપ્રેશનનો સામનો કરી રહી હતી. આટલું જ નહીં કેન્સરને હરાવી ચૂકેલી અભિનેત્રી મનીષા કોઈરાલાને પણ શૂટિંગ દરમિયાન મૂડ સ્વિંગ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.તેમ છતાં પણ એક્ટ્રેસ પોતાની એક્ટિંગથી પાત્રમાં જીવ રેડી દીધો હતો.

મનીષા કોઈરાલાએ હાલમાં જ એનડીટીવીને ઈન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં મનીષાએ જણાવ્યું હતું કે, હીરામંડીના શૂટિંગ દરમિયાન ડિપ્રેશનનો સામનો કરી રહી હતી. સાથે મૂડ સ્વિંગનો પણ સામનો કરવો પડતો હતો. પરંતુ મારા પાત્રના કારણે હું તે બધુ ભૂલી જતી હતી.હું વિચારતી હતી કે આ સમય પણ વિતી જશે અને આ સિરીઝનું શૂટિંગ પૂરું થયા પછી હેલ્થનું ધ્યાન રાખીશ.

મનીષા કોઈરાલાએ સિરીઝમાં લીડ રોલ નિભાવ્યો છે. મનીષાની એક્ટિંગ બધાને પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, મનીષા પોતાના જીવનમાં કેન્સર પણ માત આપી ચૂકી છે. મનીષા કોઈરાલાને વર્ષ 2012માં કેન્સર થયું હતું. તેના પછી મનીષા કોઈરાલાએ પોતાની સારવાર ન્યુયોર્કમાં કરાવી હતી. લગભગ 2 વર્ષ સુધી કિમોથેરપી પછી મનીષાએ કેન્સરને માત આપી હતી. મનીષા કોઈરાલાએ પોતાની કરિયરમાં બોલિવૂડના ઘણી લેયર્ડ ભૂમિકા ભજવી છે. મનીષા કોઈરાલા આજે પણ પોતાની દમદાર એક્ટિંગને કારણે લોકોના દિલ પર રાજ કરે છે. મનીષા કોઈરાલાએ હીરામંડીની ભૂમિકામાં પણ પોતાની એક્ટિંગમાં જીવ રેડી દીધો હતો. બધા લોકોને મનીષાની એક્ટિંગ પસંદ આવી રહી છે.