90ના દાયકાની તે સુપરસ્ટાર, જેણે તેની કારકિર્દીમાં ઘણી હિટ અને બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું.તેમજ મેકર્સની તે પહેસી પસંદ હતી. પોતાની કરિયરમાં તેણે દરેક મોટા સ્ટાર સાથે કામ કર્યું છે. પરંતુ કરિયર પીક પર હતું ત્યારે તેને લગ્ન કરીને એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું હતું..અમે જે ટોચની અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે માધુરી દીક્ષિત છે, જે બોલિવૂડની ધક-ધક ગર્લ તરીકે પ્રખ્યાત છે. 90ના દાયકાની એક ખૂબ જ સુંદર અભિનેત્રી જેણે તેના સમય દરમિયાન માત્ર દર્શકો જ નહીં પરંતુ નિર્માતાઓનું પણ દિલ જીતી લીધું હતું.

માધુરી દીક્ષિત તે દિવસોમાં ટોચની અને સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક રહી છે. 1984માં ‘અબોધ’થી પોતાના કરિયરની શરૂઆત કરનારી માધુરી વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તેનું સપનું અભિનેત્રી બનવાનું ન હતું.એક મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલી માધુરી ક્યારેય ફિલ્મોમાં કામ કરવા નહોતી માગતી. માધુરીએ ફિલ્મ અબોધમાં ગૌરી નામની છોકરીનું પાત્ર ભજવ્યું હતું, જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. માધુરીનીકારકિર્દીમાં ‘આવારા બાપ’, ‘સ્વાતિ’, ‘હિફાઝત’, ‘ઉત્તર દક્ષિણ’ અને ‘ખતરોં કે ખિલાડી’નો સમાવેશ થાય છે.

આ બધી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી, જેના પછી માધુરી બરબાદ થઈ ગઈ હતી. આ પછી સુભાષ ઘાઈની ફિલ્મ રામ લખને માધુરી દીક્ષિતને સુપરસ્ટાર બનાવી.તેમાં તેણે અનિલ કપૂર અને જેકી શ્રોફ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. માધુરીની સફળ ફિલ્મોમાં ‘ખલનાયક’, ‘હમ આપકે હૈ કૌન’,’દિલ’, ‘પરિંદા’, ‘જમાઈ રાજા’, ‘સાજન’, ‘બેટા’, ‘દિલ તો પાગલ હૈ’, ‘રાજા’, ‘યારાના’, અંજામ, ‘પુકાર’ અને ‘દેવદાસ’નો સમાવેશ થાય છે.

માધુરી દીક્ષિત વર્ષ 1999માં ટોપ સ્ટાર બની હતી. કારકિર્દીની ટોચ પર હતી ત્યારે તેણીએ પ્રખ્યાત કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જન ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા. લગ્ન પછી માધુરીએ ફિલ્મોમાંથી બ્રેક લઈ લીધો હતો અને પરિવારને મહત્વ આપ્યું હતું. પોતાના ઘણા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહી ચૂકી છે કે કામ છોડીને પરિવારને પસંદ કરવો સરળ નથી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના અનુસાર, 6 બ્લોકબસ્ટર આપી ચૂકેલ માધુરીએ લગ્ન પછી પરિવાર અને બાળકો માટે કરિયરને અલવીદા કહી દીધું હતું અને 9 વર્ષ પછી એક્ટિંગની દુનિયામાં કમબેક કર્યું હતું. આજે પણ આ ઉંમરમાં તે એક્ટિંગની દુનિયામાં એક્ટિવ છે.