ઐશ્વર્યા રાય બચ્ચન બાદ બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી ફ્રેન્ચ રિવેરા પહોંચી છે.તે 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. રેડ કાર્પેટ પર પોતાનો જલવો બતાવતા પહેલા કિયારા અડવાણીએ પોતાના લુકની ઝલક બતાવી છે. ફેન્સ તેની સુંદરતા અને સ્ટાઈલના વખાણ કરતા નથી થાકતા. કિયારા અડવાણીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે કેમેરાની સામે પોઝ આપતી જોવા મળી રહી છે.

વીડિયોમાં કિયારા વ્હાઈટ સ્લિટ ગાઉનમાં જોવા મળી રહી છે. જેમાં ડીપ નેકલાઈન છે અને તેની સાથે મેચિંગના ઈયરરિંહ્સ અને હીલ્સની સાથે પોતાનો લુક કમ્પલિટ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે અને 60 લાખથી વધુ લોકોએ જોયો છે. કિયારા અડવાણીના કિલર લુકથી ફેન્સ પણ ચોંકી ગયા છે. અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ગેમ ચેન્જર’માં જોવા મળશે. આ એક પોલિટિકલ-એક્શન ફિલ્મ છે, જેનું નિર્દેશન એસ શંકર કરી રહ્યા છે. તેમજ કિયારા અડવાણી સ્પાઈ યુનિવર્સની વોર 2માં જોવા મળશે જેમાં તેની સાથે ઋતિક રોશન અને સાઉથનો સુપરસ્ટાર જુનિયર એનટીઆર કામ કરી રહ્યા છે. તેમજ તે ડોન 3માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ડોનના રોલમાં જોવા મળશે.