બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાનની મુસીબતો તેના પુસ્તકના ટાઈટલના કારણે વધી ગઈ છે. બોલિવૂડની બેબોએ પોતાની પ્રેગ્નન્સીને લઈને એક પુસ્તક લખી છે જેનું નામ તેને ‘કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબિલ’રાખ્યું છે. પુસ્તકના નામમાં ‘બાઈબિલ’ શબ્દના વિરોધમાં જબલપુરના ક્રિશ્ચિયન સમાજસેવીએ અદાલતનો દરવાજો ખખડાવ્યો છે જેના પછી કોર્ટે નોટિસ જાહેર કરી હતી. જબલપુરના ખ્રિસ્તી સામાજિક કાર્યકર ક્રિસ્ટોફર એન્થોનીએ પુસ્તકના નામ સામે વાંધો ઉઠાવતા મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.જેના પર કોર્ટે કાર્યવાહી કરી છે અને પુસ્તક વેચનાર લોકો પાસેથી જવાબ માગ્યો છે.

વાસ્તવમાં, જબલપુરના ખ્રિસ્તી સમુદાયના સામાજિક કાર્યકર ક્રિસ્ટોફર એન્થોનીનું માનવું છે કે કરીના ફક્ત પુસ્તકના પ્રચાર માટે શીર્ષકમાં ખ્રિસ્તી ધર્મના પવિત્ર પુસ્તકના નામનો ઉપયોગ કરી રહી છે.સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે કરિનાએ આ પગલું ભર્યું છે.તેમનું કહેવું છે કે બાઈબલ સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી ધર્મનું પવિત્ર પુસ્તક છે અને કરીના કપૂર ખાનની પ્રેગ્નન્સીને બાઈબલ સાથે સરખામણી કરવી ખોટી છે. તેનાથી તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે.

તમને જણાવી દઈએ કે, 2021માં પુસ્તક પબ્લિશ થઈ હતી, જેમાં 43 વર્ષની બેબોએ પોતાની પ્રેગ્નન્સીની જર્નીનું વર્ણન કર્યું છે. આ પુસ્તર તેણે પ્રેગ્નન્ટ લેડીઝને સલાહ આપવા માટે પબ્લિશ કર્યું હતું. રિપોર્ટ્સના અનુસાર, અરજદારે પહેલા એક્ટ્રેસની વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યારે જેમને કેસ નોંધવાની ના પાડી તો તો તેમને નીચલી કોર્ટની મદદ લીધી. પરંતુ હવે અહીં પણ સફળતા ન મળતા તેમને હાઈકોર્ટના જસ્ટિ્સ ગુરુપાલ સિંહ અહલૂવાલિયાએ કરીના કપૂર ખાનને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે.