2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Kalki 2898 AD’છે. પોસ્ટરથી લઈને ટ્રેલર સુધી અને પછી મોટા બજેટ અને મોટી સ્ટાર કાસ્ટ સાથેની આ ફિલ્મની પ્રી-રિલીઝ ઈવેન્ટે ‘કલ્કી 2898 એડી’ને લઈને જોરદાર ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે મેકર્સે ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરીને દર્શકોમાં ઉત્સાહ વધારી દીધો છે.સેકન્ડ ટ્રેલરમાં અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસનના પાત્રને વધારે નજીકથી બતાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે હવે મેકર્સે ફેંસની એક્સાઈટમેન્ટને વધારતા Kalki 2898 ADનું બીજુ ટ્રેલર રિલીઝ કરી દીધુ છે.

Kalki 2898 ADના બીજા ટ્રેલની શરૂઆત અમિતાભ બચ્ચના પાત્ર અશ્વત્થમાથી થાય છે. જે દીપિકા પાદુકોણના પાત્રને દુશ્મનોથી બચાવતા જોવા મળી રહી છે. દીપિકા સહિત બીજા પણ પાત્ર નાના નાના ડાયલોગ્સની સાથે અલગ અલગ સીનમાં જોવા મળે છે.ટ્રેલરમાં પ્રભાસ અને અમિતાભ બચ્ચન વચ્ચેના એક્શન સીન પણ બતાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મનું ટ્રેલર 1 ગયા અઠવાડિયે રિલીઝ થયું હતું. જેમાં એવી ઝલક જોવા મળી હતી કે ફિલ્મનો વિલન દીપિકા પાદુકોણના ગર્ભમાં ઉછરી રહેલા બાળકનો જીવ લેવા માંગે છે. ભૈરવના રોલમાં પ્રભાસને દીપિકાના પાત્રને શોધીને તેને પરત લાવવાની જવાબદારી મળે છે, જ્યારે અશ્વત્થામાની ભૂમિકામાં અમિતાભ બચ્ચન દીપિકાની ઢાલ બને છે. તમને જણાવી દઈએ કે ટ્રેલર 1 ને પણ દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

વૈજયંતી મૂવીઝ બેનરની ‘કલ્કી 2898 એડી’ એક જંગી બજેટમાં બનેલી ફિલ્મ હોવાનું કહેવાય છે. આ ફિલ્મ 600 કરોડ રૂપિયાના ખર્ચે બની છે અને આ સાથે આ દેશની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ છે. ‘કલ્કિ 2898 એડી’ને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ ફિલ્મ વિશ્વભરમાં 27 જૂને પાંચ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને અંગ્રેજીમાં રિલીઝ થશે. ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન, કમલ હાસન, દિશા પટણી સહિત ઘણા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે.