Pakistani hero ભારત પરત ફરવાનો છે. હા, તે નવી ફિલ્મ સાથે કમબેક કરવા માટે તૈયાર છે, જે હીરોની વાત કરવામાં આવી રહી છે તે અન્ય કોઈ નહીં પણ દરેકનો ફેવરિટ ફવાદ ખાન છે.

Pakistani hero ફવાદ ખાનની ફેન ફોલોઈંગ ભારતમાં પણ ઓછી નથી. ચાહકો તેની રોમેન્ટિક શૈલીથી પ્રભાવિત છે. સારા દેખાવની સાથે અદ્ભુત અભિનય કરનાર ફવાદ ખાન આઠ વર્ષ બાદ બોલિવૂડમાં કમબેક કરી રહ્યો છે. ફવાદની કમબેક ફિલ્મનું નામ છે ‘અબીર ગુલાલ’. આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા હશે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં તેની સાથે બોલિવૂડ અભિનેત્રી વાણી કપૂર લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ 29 સપ્ટેમ્બરે લંડનમાં શરૂ થયું હતું. આ ફિલ્મનું નિર્દેશન આરતી એસ બાગરી કરી રહ્યા છે. તેને વિવેક અગ્રવાલ, અવંતિકા હરી અને રાકેશ સિપ્પી પ્રોડ્યુસ કરશે.

પ્રથમ ઝલક જાહેર કરી 

નિર્માતાઓએ ફિલ્મની જાહેરાત કરતી વખતે એક ફોટો શેર કર્યો છે, જેમાં Pakistani hero ફવાદ ખાન અને વાણી કપૂર સાથે જોવા મળે છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ બ્રિટનમાં ઓક્ટોબર અને નવેમ્બર 2024માં થશે. મેકર્સ આ ફિલ્મને ગ્રાન્ડ ઈન્ટરનેશનલ પ્રોડક્શન બનાવવામાં વ્યસ્ત છે. ભારત અને યુકેના ઘણા શ્રેષ્ઠ કલાકારો તેની સહાયક કાસ્ટમાં જોવા મળશે. બોલિવૂડના એક અગ્રણી સંગીતકારે આ ફિલ્મ માટે પહેલાથી જ 6 ઓરિજિનલ ગીતો કંપોઝ કર્યા છે જેને બોલિવૂડના પ્રખ્યાત ગાયકોએ ગાયા છે. જો કે, આ અંગેની વિગતો હજુ સુધી શેર કરવામાં આવી નથી.

ફવાદની ફિલ્મની રિલીઝ મોકૂફ

હાલમાં જ ફવાદની ફિલ્મ ‘ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ને લઈને દેશમાં ઘણો વિવાદ થયો હતો. આ ફિલ્મ 2 ઓક્ટોબરે દેશમાં રિલીઝ થવાની હતી. જો કે, ઘણા શહેરોમાં ઉગ્ર વિરોધ બાદ તેને રિલીઝ કરવામાં આવ્યું ન હતું. એટલું જ નહીં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના સંસ્થાપક પ્રમુખ રાજ ઠાકરેએ ફિલ્મની રિલીઝનો સખત વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં પાકિસ્તાની કલાકારની ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં. ફવાદ ત્રણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

ફવાદે આ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે

તમને જણાવી દઈએ કે, ફવાદ ખાનની છેલ્લી બોલિવૂડ ફિલ્મ વર્ષ 2016માં રિલીઝ થઈ હતી. તે રણબીર કપૂર સ્ટારર ‘એ દિલ હૈ મુશ્કિલ’માં જોવા મળ્યો હતો. આ પહેલા પણ તે 2016માં રિલીઝ થયેલી ‘કપૂર એન્ડ સન્સ’ અને 2014માં રિલીઝ થયેલી ‘ખૂબસુરત’માં કામ કરી ચૂક્યો છે. હવે તે આઠ વર્ષ બાદ ભારત પરત ફરશે.