‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મિસ્ટર સોઢી એટલે કે ગુરુચરણ સિંહ બે અઠવાડિયાથી વધુ સમયથી ગુમ છે અને તે દિલ્હીથી ગુમ થયા હતા જેના પછી તેના પરિવારના લોકો અને પોલીસ તેને શોધી રહી છે. એક્ટર ગુરુચરણ સિંહ હજી સુધી ગુમ છે. ત્યારે આ મિસિંગ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે. પોલીસ શોધખોળ કરતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પહોંચી હતી અને સીસીટીવી ચેક કર્યા હતા જેથી ગુરુચરણ સિંહને શોધી શકાય.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના મિસ્ટર સોઢી એટલે કે ગુરુચરણ સિંહ ગુમ થયાને લગભગ 20 દિવસ થઈ ગયા છે, પરંતુ અભિનેતાનો ક્યાંય પત્તો લાગ્યો નથી. આવી પરિસ્થિતિમાં હવે દિલ્હી પોલીસ મુંબઈ પહોંચી છે અને ત્યાં ઘણી ટીમો બનાવવામાં આવી છે અને ઉત્તર પ્રદેશથી લઈને હરિયાણા અને મહારાષ્ટ્ર સુધી તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં દિલ્હી પોલીસની એક ટીમ તારક મહેતાના એક્ટર્સ સાથે વાત કરી જેઓ ગુરુચરણના સંપર્કમાં હતા.

રિપોર્ટ અનુસાર, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પ્રોડક્શન ટીમ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું કે તાજેતરમાં જ દિલ્હી પોલીસની એક ટીમ ગુરુચરણ સિંહને લઈને સેટ પર આવી હતી અને કલાકારોની પૂછપરછ કરી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા જેથી તેઓ ગુરુચરણ સિંહ વિશે કોઈ સુરાગ મેળવી શકે. સૂત્રએ એમ પણ કહ્યું કે એવા અહેવાલો છે કે તારકના નિર્માતાઓએ ગુરુચરણને બાકીના પૈસા ચૂકવ્યા નથી.અભિનેતા પાસે થોડા પૈસા બાકી હતા, પરંતુ પોલીસને જાણવા મળ્યું કે એવું કંઈ નથી અને પેમેન્ટ ક્લિયર છે. નીલા ફિલ્મ્સના પ્રોડક્શન હેડ સોહિલ રામાણીએ પણ સેટ પર પોલીસના આવવાની પુષ્ટિ કરી અને કહ્યું, ‘દિલ્હી પોલીસ અમારા સેટ પર તપાસ માટે આવી હતી.