4 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘Friendship Day’ ઉજવવામાં આવશે. તો આ ખાસ અવસર પર આજે અમે એવી સુંદરીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળપણના મિત્રો છે. ઘણા તો શાળામાં સાથે ભણ્યા પણ છે.
Friendship Day: બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે બાળપણની મિત્રો છે. આ લિસ્ટમાં શનાયા કપૂર, સુહાના ખાન, ખુશી કપૂર સહિત ઘણી અભિનેત્રીઓના નામ સામેલ છે. ઈન્ટરનેશનલ ‘ફ્રેન્ડશિપ ડે’ 4 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. તો આ ખાસ અવસર પર અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળપણથી એકબીજાની મિત્ર છે. અને તેમની મિત્રતા આજ સુધી ચાલુ છે. આ સુંદરીઓ હજુ પણ કેટલાક પ્રસંગોએ સાથે જોવા મળે છે.
Friendship Day: અનુષ્કા શર્મા-સાક્ષી ધોની
અનુષ્કા અને સાક્ષી બાળપણમાં શાળામાં સાથે ભણ્યા હતા. આસામના નાનકડા શહેર માર્ગેરિટામાં બંનેએ થોડા વર્ષો સાથે અભ્યાસ કર્યો. હાલમાં જ બંનેની સ્કૂલની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. અનુષ્કા અને સાક્ષી વચ્ચે બાળપણની મિત્રતા હજુ પણ અકબંધ છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.
ઈશા અંબાણી-કિયારા અડવાણી
ઈશા અંબાણી બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની ખૂબ સારી મિત્ર છે. આ બંને વચ્ચે બાળપણથી જ ગાઢ મિત્રતા છે. આ અંગે ખુદ કિયારા અડવાણીએ અનેકવાર ખુલાસો કર્યો છે. કિયારાએ પોતાના અને ઈશાની બાળપણની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
શનાયા કપૂર, સુહાના ખાન, ખુશી કપૂર
શનાયા કપૂર, સુહાના ખાન, ખુશી કપૂર, આ ત્રણેય અભિનેત્રીઓ બાળપણની મિત્રો પણ છે. તેઓ તેમના પરિવારોમાં ચાર્લીઝ એન્જલ્સ તરીકે પ્રખ્યાત છે. ત્રણેય હંમેશા પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.
આથિયા શેટ્ટી અને કૃષ્ણા શ્રોફ
જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટીની જેમ તેમની દીકરીઓ પણ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આથિયા અને ક્રિષ્ના એક જ સ્કૂલમાં સાથે ભણ્યા હતા.