વિક્કી કૌશલની ફિલ્મ ‘Chhaava’ 14 ફેબ્રુઆરી થિયેટરોમાં રજૂ થઈ. ફિલ્મ રીલીઝ કરે હવે 24 દિવસ થઈ ગયા છે. ‘Chhaava’ને બૉક્સ ઑફિસ પર દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો છે. તેના કારણે જ આ ફિલ્મે એક બાદ એક અનેક રેકોર્ડ તોડ્યા છે..
Chhaava ફિલ્મે અત્યાર સુધી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ રાખી દીધી છે અને રેકોર્ડ તોડ કલેક્શન પણ યથાવત છે. ‘છાવા’ના પ્રોડક્શન હાઉસ મુજબ પહેલા સપ્તાહે ફિલ્મ 225.28 કરોડ કમાણી કરી હતી. બીજા સપ્તાહે 186.18 કરોડ અને ત્રીજા સપ્તાહે 84.94 કરોડ રૂપિયા કમાણી કરી હતી. 22માં દિવસે 6.3 કરોડ અને 23માં દિવસે 13.70 કરોડ રૂપિયા કમણી કરી લીધી છે. એટલે ‘છાવા’ ફિલ્મે 23 દિવસમાં 516.40 કરોડ રૂપિયા કમાણી કરી છે.
તેલુગુ વર્ઝનમાં ફિલ્મે બે દિવસમાં 5.94 કરોડ બિઝનેસ કર્યો અને તેને મળીને આ ફિલ્મના કુલ 23 દિવસનું કલેક્શન 522.34 કરોડ રૂપિયા રહ્યું. અલ્લુ અર્જુનની બ્લોક બસ્ટર ફિલ્મ ‘પુષ્પા 2’નો રેકોર્ડ પણ 24માં દિવસે તોડી નાખે તેવી શક્યતાઓ છે. પુષ્પા- રીલીઝ થવાના 24માં દિવસેે 10 કરોડ જ રૂપિયા કમણી કરી હતી. જ્યારે છાવાએ પોતાના રીલીઝના 24માં દિવસે 11 કરોડથી વધારે કમાણી કરી છે. જે પુષ્પા-2 કરતા વધારે છે.
છાવા ફિલ્મે કરોડોની કમાણી કરવાની સાથોસાથ સની દેઓલની ગદર-2ને પાછળ રાખી દીધી છે અને ભારતની સૌથી વધુ કમાણી કરનારી 10 ફિલ્મોની યાદીમાં આવી ગઈ છે. હવે છાવા ફિલ્મ શાહરૂખ ખાનની પઠઆણના 543.09 કરોડની કમણીના આંકડા નજીક પહોંચી ગઈ છે.