કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 77મી આવૃત્તિ ભારત માટે ઘણી યાદગાર રહી છે. ડાયરેક્ટ શ્યામ બેનેગલની ફિલ્મ મંથનને રિલીઝના લગભગ 48 વર્ષ પછી ફેસ્ટિવલમાં સ્પેશિયલ સ્ક્રિનિંગ મળ્યું હતું અને રેડ કાર્પેટ પર અનેક સેલિબ્રિટી અને ઇન્ફ્યુએન્સર્સ જોવા મળ્યા. ભારતીય ફિલ્મો અને કલાકારોને ફિલ્મ ફેસ્ટિવલમાં ઘણી કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યા હતા. હવે, એમાં એક ઈન્ડિયન એક્ટ્રેસે કાન્સ 2024માં મોટો વિજય મેળવ્યો છે.

કોલકાતાની અનસૂયા સેનગુપ્તાને ધ શેમલેસ માં તેની એકટિંગ માટે બેસ્ટ એક્ટ્રેસનો અન સર્ટન રિગાર્ડ પ્રાઈઝ જીતી છે. બલ્ગેરિયન ફિલ્મ નિર્માતા કોન્સ્ટેન્ટિન બોજાનોવ દ્વારા દિગ્દર્શિત અને લખાયેલી આ ફિલ્મ છે, જેમાં અનસૂયા રેણુકાની એકટિંગમાં જોવા મળી છે, જે પોલીસ અધિકારીની હત્યા કર્યા પછી દિલ્હી વેશ્યાગૃહ (brothel) માંથી ભાગી જાય છે. આ ફિલ્મમાં ઓમારા શેટ્ટી પણ છે, જે રેણુકાની પ્રેમિકા છે.

ધ કોલકાતા સાથેના એક ઇન્ટરવ્યૂમાં, અનસૂયાએ યાદ કર્યું જ્યારે તેને જાણ કરવામાં આવી કે તેની ફિલ્મ કાન્સના અન સર્ટેન રીગાર્ડ માટે લિસ્ટેડ થઇ છે. તેણે કહ્યું કે, “મને ન્યુઝ મળ્યા જ્યારે કોન્સ્ટેન્ટિને મને કાન્સ ઓફિશ્યલ સિલેકશનની જાહેરાત કરતી પ્રેસ કોન્ફરન્સની લિંક મોકલી હતી. જ્યારે અમારી ફિલ્મના નામની ઘોષણા કરવામાં આવી હતી, ત્યારે મારી ખુશીનો પાર નહતો.”

અનસૂયાની ફિલ્મ ઉપરાંત, આ કાન્સમાં બે ભારતીય ફિલ્મો સનફ્લાવર વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો (Sunflower Were the First Ones to Know) અને બન્નીહૂડ (Bunnyhood) આ વર્ષના માં લા સિનેફ સિલેક્શનમાં અનુક્રમે પ્રથમ અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ ઓન્સ ટુ નો કન્નડ શોર્ટ ફિલ્મ છે, જેનું ડાયરેકશન ચિદાનંદ નાઈક દ્વારા કરવામાં આવ્યું છે, જે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાનો સ્ટુડન્ટ છે, બન્નીહૂડનું ડાયરેકશન માનસી મહેશ્વરીએ કર્યું છે. તે ઉત્તર પ્રદેશના મેરઠની વતની છે અને યુકેમાં અભ્યાસ કરી રહી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની 77મી આવૃત્તિ 25 મેના રોજ આજે સમાપ્ત થઈ રહી છે.