શનિવાર, 11 મેના રોજ, પોલીસે આંધ્રપ્રદેશના નંદ્યાલમાં અભિનેતા અલ્લુ અર્જુન સામે તેના મિત્ર અને YSRCP ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે જવા બદલ કેસ નોંધ્યો હતો. કેમ કે, રસ્તા પર તેની અક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. અભિનેતાના આગમન બાદ ધારાસભ્યના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

અભિનેતા તેમની પત્ની સ્નેહા રેડ્ડી, સિલ્પા રવિ અને ધારાસભ્યના પરિવારના સભ્યો સાથે બાલ્કનીમાં ચાહકોને મળવા આવ્યા હતા. અલ્લુ અર્જુન બાલ્કનીમાંથી હાથ મિલાવીને ચાહકોને મળ્યા હતા. લોકો જોર જોરથી પુષ્પા-પુષ્પાના નારા લગાવી રહ્યા હતા. YSRCP માટે પ્રચાર કર્યાના એક દિવસ બાદ સિલ્પા રવિ અને અલ્લુ અર્જુન સામે ચૂંટણી આચાર સંહિતા ભંગનો કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સિલ્પા રવિ ચંદ્રાએ RO નંદ્યાલની પરવાનગી વિના અલ્લુ અર્જુનને ઘરે બોલાવ્યા તે જાણીને કે તે આદર્શ આચાર સંહિતાના નિયમોનું ઉલ્લંઘન કરશે.આ દરમિયાન અલ્લુ અર્જુને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નંદ્યાલના લોકોનો આભાર માન્યો. તેણે ઉત્તમ આતિથ્ય માટે સિલ્પા રવિનો પણ આભાર માન્યો હતો. અભિનેતાએ પોસ્ટમાં લખ્યું છે કે તમને ચૂંટણી અને આગળની સફર માટે શુભકામનાઓ. મારો પ્રેમ અને સમર્થન હંમેશા તમારી સાથે છે.

સિલ્પા રવિએ અલ્લુ અર્જુન સાથે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ પણ શેર કર્યો છે, જેમાં તેણે નંદ્યાલ આવવા બદલ અભિનેતાનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે હું તમારા પ્રેમ અને સમર્થન માટે ખૂબ જ આભારી છું.સિલ્પા રવિ જેમનું સાચું નામ સિંગારેડ્ડી રવિનચદ્ર કિશોર રેડ્ડી છે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલ છે. સત્તાધારી પક્ષના ઉમેદવાર તરીકે 13મી મેના રોજ ફરી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે અલ્લુ અર્જુન પોતાનું સમર્થન બતાવવા ધારાસભ્યના ઘરે પહોંચ્યા હતા. અભિનેતાના આગમન બાદ ધારાસભ્યના ઘરની બહાર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.