Mission Raniganj: 5મી જૂન સાંજે 8 વાગે એન્ડપિક્ચર્સ પર ‘મિશન રાણીગંજ’નું પ્રીમિયર જોવા મળવાનું છે. બહાદુરી અને નિશ્ચયની આ અસાધારણ વાર્તા 1989ના વાસ્તવિક જીવન રક્ષાના મિશન પર આધારીત છે. મિશન રાણીગંજ એ સ્વર્ગિય જશવંત સિંઘ ગીલને આપવામાં આવેલી શ્રદ્ધાંજલી છે, જેમણે વિરતાપૂર્વક કોલસાની ખાણમાં ફસાયેલ 65 ખાણિયાઓનો જીવ બચાવ્યો હતો. અક્ષય કુમાર એ જશવંત સિંઘ તરીકે  અટલ સંકલ્પ અને હિંમતનું પ્રદર્શન કરે છે, કેમકે તે ફસાયેલા ખાણિયાઓને બચાવવા માટે એક ખાસ ડિઝાઈન કરવામાં આવેલી કેપ્સુલનો ઉપયોગ કરે છે.

મિશન રાણીગંજ એ હિંમતવાન બચાવ કામગીરીના તણાવ તથા તાકીદને જ નહીં પણ ખાણિયાઓ અને તેમના બચાવકર્તાઓ દ્વારા સામનો કરવામાં આવતી ભાવનાત્મક તથા મનોવૈજ્ઞાનિક સંઘર્ષની ઊંડાણપૂર્વક વાર્તા રજૂ કરે છે.

અક્ષય કુમાર કહે છે, “હું મિશન રાણીગંજને ભારતના ઘરો સુધી પહોંચાડીને ખૂબ જ ખુશ છું. આ મૂવીએ એક લાગણીથી કંઈક વધુ છે, આ એક શક્તિશાળી રક્ષણ અને રોમાંચનો પંચ ધરાવતા ગીલની વાર્તાને રજૂ કરતા તે ખૂબ જ ખુશી અનુભવે છે. આ ફિલ્મની વાર્તાએ લોકોને પ્રેરિત કરે છે. મિશન રાણીગંજની સાથે અમારો હેતુ દેશના દરેક ખુણા,પેઢી અને યુગના સાચા હિરોને સન્માન આપવાનો છે. હું ભારતના દર્શકોને વિનંતી કરું છું કે, તેઓ આ ચેનલ પ્રિમિયર માટે એન્ડપિક્ચર્સ જૂએ અને હિંમત અને આશાથી જીવંત થવાની ભાવનાના સાક્ષી બને.”

મિશન રાણીગંજએ એક ફિલ્મથી કંઈક વધુ છે – તે એક અદમ્ય ભાવના અને અગમ્ય નાયકોને આપવામાં આવતી શ્રદ્ધાંજલી છે, જે વધુ સારા લોકોને બચાવવા માટે બધું જ જોખમમાં મૂકી દે છે. જશવંત સિંઘ ગીલ અને તેમની ટીમની આગેવાની હેઠળની રોમાંચક બચાવ કામગીરીને જીવંત કરતી હોવાથી આ ફિલ્મ એ આપણી અંદરના હિરોઇઝમની શક્તિને યાદ કરે છે.

તો એન્ડપિક્ચર્સ પર ખાસ 5મી જૂન આ શુક્રવારે સાંજે 8 વાગે ફિલ્મનું ટેલિવિઝન પ્રિમિયર જોવાનું ચુકશો નહીં