છેલ્લા ઘણા દિવસોથી એવી વાતો ચાલી રહી છે કે કપિલ શર્માનો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ બંધ થવા જઈ રહ્યો છે. સૂત્રો અનુસાર આ શો હવે સમાપ્ત થશે પરંતુ કુલ 13 એપિસોડ સ્ટ્રીમ થયા પછી.
આ શો 30 માર્ચે શરૂ થયો હતો. એટલે કે, તેને શરૂ થયાને એક મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. એક સમાચાર અનુસાર, વૈશ્વિક સ્તરે આ શો હવે Netflixનાં ટોપ 10 માં પણ સામેલ નથી. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ચાર અઠવાડિયા સુધી ચાલ્યા બાદ આ શો નેટફ્લિક્સ પર ટોપ 10 ગ્લોબલ લિસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
આ શોના ચોથા એપિસોડમાં વિકી કૌશલ તેના નાના ભાઈ સની કૌશલ સાથે જોડાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એપિસોડ પછી શો ટોપ 10માંથી બહાર થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે, વિક્કી પછી, આમિર ખાને, જેને મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવામાં આવે છે, પાંચમા એપિસોડમાં ભાગ લીધો હતો. આમિર કપિલના કોઈપણ શોમાં જોવા મળ્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ હતો. આ શોની આમિરની ઘણી ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
કપિલનો શો કેટલો સમય ચાલશે?
જો કે, આમિર અને વિકી-સની કૌશલ સિવાય, આ શોમાં અત્યાર સુધી સની દેઓલ-બોબી દેઓલ, રણબીર, તેની માતા નીતુ કપૂર, બહેન રિદ્ધિમા કપૂર, ક્રિકેટર રોહિત શર્મા-શ્રેયસ અય્યર, અમર સિંહ ચમકીલા ફિલ્મની સ્ટારકાસ્ટ (ઈમ્તિયાઝ, પરિણીતી અને દિલજીત) જોવા મળ્યા છે. શોના કુલ 6 એપિસોડ સ્ટ્રીમ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં વધુ 7 એપિસોડ જોવા મળશે. આ હિસાબે આ શો દોઢ મહિના સુધી ચાલવાનો છે. તે પછી જ સીઝન 1 સમાપ્ત થશે અને ત્યારબાદ કપિલ સહિત આખી ટીમ નવી સીઝન સાથે પરત ફરશે.