Vapiના ચણોદમાંથી વલસાડ SOGએ 4.42 લાખના 44 કિલો ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે., આરોપી પાસેથી કુલ 13.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપીના ચણોદ વિસ્તારમાંથી SOGની ટીમે મોટી માત્રામાં ગાંજા નો જથ્થો જપ્ત કર્યો. કુલ 44.222 કિલોગ્રામ ગાંજાની કિંમત 4,42,220 રૂપિયા છે. જે 7 લાખની કારમાં સંતાડયો હતો. પોલીસની આ રેઇડમાં આરોપી પાસેથી 1,14,900 રૂપિયા રોકડા પણ મળ્યા છે. કુલ મુદ્દામાલની કિંમત 13,47,620 રૂપિયા છે. ચણોદમાં શ્રી બાલ કૃષ્ણ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલા ફ્લેટમાંથી મળી આવેલ ગાંજા ના જથ્થા સાથે પોલીસે રામઅવતાર અંતુભાવ ગુપ્તા નામના ઇસમની ધરપકડ કરી છે.
વલસાડ એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ એ. યુ. રોઝની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, મુખ્ય આરોપી રામઅવતાર અંતુભાવ ગુપ્તાએ ઓડિશાના શંકર સ્વાઇન પાસેથી આ ગાંજાનો જથ્થો મંગાવ્યો હતો. આરોપી છેલ્લા બે વર્ષથી આ નશીલા પદાર્થોની હેરફેર કરતો હતો. જે વાપી, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો.
આ પણ વાંચો..
- Pakistan: પાકિસ્તાન સરકાર ૧ કરોડ સગીર છોકરીઓને HPV રસી કેમ અપાવવા જઈ રહી છે?
- BMW accident: DDU નજીકમાં હતું, તો પછી નવજોતને 19 કિમી દૂર હોસ્પિટલમાં કેમ લઈ જવામાં આવ્યા?
- Pushkar singh dhamiએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી પોસ્ટ, પ્રધાનમંત્રી સાથે છે જોડાયેલી વાત
- America-China: ટિકટોક પર અમેરિકા-ચીન વચ્ચે સમજૂતી થઈ, ટ્રમ્પે સંકેત આપ્યા, કહ્યું – વેપાર વાટાઘાટો સારી રહી
- Unemployment: ઓગસ્ટમાં સતત બીજા મહિને ભારતનો બેરોજગારી દર ઘટીને 5.1% થયો, મહિલા કાર્યબળ ભાગીદારી વધી